Sunday, April 19, 2026
HomeInternationalPM મોદી લોકશાહી નથી તેવું કહેનાર જ્યોર્જને એસ. જયશંકરે ખતરનાક, જીદ્દી ગણાવી...

PM મોદી લોકશાહી નથી તેવું કહેનાર જ્યોર્જને એસ. જયશંકરે ખતરનાક, જીદ્દી ગણાવી આવું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: વિશ્વના ધનિકોમાંના એક જ્યોર્જ સોરોસે (George Soros) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી લોકશાહી દેશના નેતા છે પણ તેઓ પોતે લોકશાહી નથી. તેઓ મુસ્લિમો સામે હિંસા કરી દિગ્ગજ નેતા બની ગયા છે. આ બાબતે દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકરે (S Jaishankar)ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ્યોર્જને આપેલો જવાબ સામે આવ્યો છે.

દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે તેમણે જ્યોર્જ સોરોસ દ્વારા પ્રધાનમંત્રી પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. જયશંકરે જણાવ્યું હતું કે, ‘જ્યોર્જ વૃધ્ધ, અમીર, જક્કી અને ખતરનાક છે. તેઓએ એવા લોકો ગમે છે જે તેમને પસંદ હોય, જો તેમને ગમતા વ્યક્તિ ચૂંટણી જીતે તો તે ચૂંટણી સારી હતી પણ જો પરિણામ કંઈક અલગ આવે તો તેઓ લોકશાહીની ખામીઓ શોધવા લાગે છે. જ્યોર્જ ઈચ્છે છે કે વિશ્વ તેમના અનુસાર ચાલે.’

- Advertisement -

જયશંકરે જ્યોર્જને વળતો જવાબ આપતા ક્હ્યું કે, ‘આપણી લોકશાહીમાં લોકો સક્રીય પણે હિસ્સો લે છે તે અભૂતપૂર્વ છે. અમારી ચૂંટણી પરિણામ સુધી પહોંચે છે તેના પર કોઈ સવાલ નથી ઉઠતા. અમે એવા દેશમાંથી નથી કે જ્યાં ચૂંટણી બાદ કોર્ટને મધ્યસ્થતતા કરવી પડે છે.’

ઉલ્લેખનીય છે કે, વિશ્વના ધનિકોની યાદીમાં સામેલ જ્યોર્જ સારોસ મ્યુનિખ ખાતે મળેલી સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે ‘ભારત ક્વાડ સમુહનો સભ્ય છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ છે. છતાં પણ ભારત રશિયા પાસેથી મોટા ડિસ્કાઉન્ટથી તેલ ખરીદી કરી નફો કરે છે.’ જ્યોર્જ અગાઉ પણ આ પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિવેદન કરી ચર્ચાનું કેન્દ્ર રહી ચૂક્યા છે. 92 વર્ષીય જ્યોર્જ સોરોસ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા સમયે પણ ચર્ચામાં આવ્યા હતા. આ સમયે તેમણે નિવેદન કર્યું હતું કે, ‘વિશ્વમાં રાષ્ટ્રવાદ ઝડપી બન્યો છે, જેનું સૌથી ખતરનાક પરિણામ ભારતમાં જોઈ શકાય છે.’ સાથે જ તેમણે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) વખતે પણ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘ભારત હિન્દૂ રાષ્ટ્ર બનવા તરફ વધી રહ્યું છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નરેન્દ્ર મોદી હિન્દૂ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે.’

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular