Sunday, April 19, 2026
HomeGujaratરાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ચાંદી ભરેલું વાહન લૂંટાયું, 4 જિલ્લાની પોલીસ જોડાઈ તપાસમાં

રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ચાંદી ભરેલું વાહન લૂંટાયું, 4 જિલ્લાની પોલીસ જોડાઈ તપાસમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાયલા: 990 kg silver loot: તાજેતરમાં જ રાજકોટ-અમદાવાદ હાઈવે (Ahmedabad- Rajkot National Highway)પર સુરેન્દ્રનગરના (Surendranagar) વિસ્તારમાંથી ચાલુ વાહને લૂંટનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ફરી એક અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના વિસ્તારમાંથી 990 કિલો ચાંદીની લૂંટનો (990 Kg silver Loot) બનાવ સામે આવ્યો છે. જેમાં લૂંટારાઓ (Robbers)આ વખતે કિંમતી ધાતુ અને ઈમિટેશન જ્વેલરી ભરેલા બોલેરો પીકઅપ લૂંટી નાસી ગયા છે. મોટી લૂંટની ઘટના સામે આવતા સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય 4 જિલ્લાની પોલીસ (Gujarat Police) સંયુક્ત રીતે આરોપી સુધી પહોંચવા કામે લાગી હોવાના અહેવાલ છે.

ગત રાત્રિના 11:30 વાગ્યા આસપાસ રાજકોટથી ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરી ન્યૂઝ એર સર્વિસ કંપનીનું બોલેરો પીકઅપ અમદાવાદ જઈ રહ્યું હતું. દરમિયાન હાઈવે પર સાયલા નજીક અચાનક ત્રણ વાહનમાં લૂંટારાઓએ બોલેરોને ઘેરી લીધી હતી. શંકાસ્પદ વાહનોએ પોતાને ઘેરી લેતા ડ્રાયવરે બચવા માટે પ્રયાસ કર્યો પરંતુ લૂંટારઓએ આસપાસથી કાર વડે દબાણ સર્જી વાહનને સાઈડમાં રાખવા ફરજ પાડી હતી. ચાંદી ભરેલું વાહન રોકાતાની સાથે જ લૂંટારાઓએ ન્યૂઝ એર સર્વિસના કાર્ગોને ઘેરી લઈ ડ્રાયવર અને ક્લિનરને પકડી લીધા હતા. બાદમાં બંનેને વાહનમાં બેસાડી લૂંટારાઓએ હાઈવે પર દૂર ઉતારી દઈ માલ લઈ નાસી છૂટ્યા હતા.

- Advertisement -

આ મામલાની જાણ થતા જ સુરેન્દ્રનગર સાયલા પોલીસ સ્ટેશનનો કાફલા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે આ મામલે ડ્રાયવર અને ક્લિનરની પુછપરછ કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ અને ડ્રાયવરે આરોપીઓના કરેલા વર્ણનને આધારે તપાસ હાથ ધરી છે.

મહત્વની વાત છે કે ચકચારી આ લૂંટની ઘટનાને પગલે પોલીસે આરોપી સુધી પહોંચવા રેન્જ કક્ષાનું ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં પાડોશી 4 જિલ્લાની પોલીસને પણ સામેલ કરી વિવિધ 17 ટીમો બનાવી તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ દ્વારા અગાઉ આ પ્રકારના કિસ્સાઓમાં સંકળાયેલા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની પણ માહિતી મેળવવાનું શરૂ કરી દીધું હોવાના અહેવાલ છે.

TAG: 990 kg silver loot on Ahmedabad Rajkot National Highway

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular