નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Fake PMO Officer : થોડા દિવસ પહેલા નકલી PMO અધિકારી બની જમ્મુ કાશ્મીરમાં લટાર મારતા મહાઠગ કિરણ પટેલની (Thug Kiran Patel) જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેમાં કિરણ પટેલની તપાસ દરમિયાન મસમોટા કૌભાંડ સામે આવ્યા હતા. આ ઘટના સમ્રગ દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી, ત્યારે વધુ એક નકલી PMO અધિકારી બની લોકોમાં રોફ જમાવતા વ્યક્તિની વઘોડિયા પોલીસે (Waghodia Police) ધરપકડ કરી છે. આરોપી નકલી PMO અધિકારીની ઓળખ આપી ખ્યાતનામ કંપની પાસેથી પૈસા પડાવતો હતો. મહાઠગ કિરણ પટેલ ઝડપાયા બાદ ભોગ બનેલા કંપનીઓને શંકા ગઈ હતી, ત્યાર બાદ આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા સમ્રગ ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. તેમજ આરોપી અંગેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારી સુધી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ઠગ મયંક તિવારી PMOના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને જાળમાં ફસાવતો હતો. તેણે વડોદરા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને PMO અધિકારીના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી હતી. શિક્ષણ ક્ષેત્રે રિસર્ચ પ્રોજેકટમાં સરકારમાંથી મંજૂરી લઈ આવવાનું કહી સંચાલકોને વિશ્વાસ લીધા હતા અને પૈસા પડાવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી આવી મંજૂરી ન મળતા યુનિવર્સિટી સંચાલકોને શંકા ગઈ હતી અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા કેન્દ્રમાં મયંક તિવારી નામનું કોઈ PMO અધિકારી ન હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે યુનિવર્સિટી ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી. જેમાં નકલી PMO અધિકારી બનીને લોકો પાસેથી પૈસા પડાવતો હોવાનું સામે આવ્યું છે.
વઘોડિયા પોલીસે હ્યમુન ઇન્ટિલેજન્સના અધારે મયંક તિવારીની ધરપકડ કરી હતી. આરોપી મયંક તિવારી વડોદરાના સમા વિસ્તારનો રહેવાસી છે. તેમજ લોકોને ખોટી ઓળખ આપી પૈસા પડાવાનું કારસ્તાન કરતો હતો. પોલીસે મયંક તિવારી સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








