Saturday, June 6, 2026
HomeGujaratભરૂચમાં લૂંટ ચલાવનાર 3 આરોપી વડોદરાથી ઝડપાયા, 3 આરોપીઓ ફરાર

ભરૂચમાં લૂંટ ચલાવનાર 3 આરોપી વડોદરાથી ઝડપાયા, 3 આરોપીઓ ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: Bharuch Robbery Case: ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સાંજે 5 વાગ્યાના અરસામાં ફિલ્મી ઢબે લૂંટની (Loot) ઘટના સામે આવી હતી. લૂંટની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. CCTV તપાસતા આરોપીઓ વડોદરા તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. જે અંગે વડોદરાની સિનોર પોલીસને મેસેજ મળતા પોલીસે સેગવા ચોકડી પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન નાકાબંધી જોતા લૂંટારાઓએ કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા પોલીસે (Vadodara Police) 3 આરોપીઓને દબોચી પાડ્યા હતા અને ભરૂચ પોલીસને (Bharuch Police) સોંપ્યા છે. તેમજ લૂંટ કરવામાં આવેલી ચીજવસ્તુઓ પણ કબ્જે કરી છે. પરંતુ હજુ પણ ત્રણ આરોપીઓ ફરાર છે.

શું હતી ઘટના

અમદાવાદના માણેકચોકના સોની દાગીનાની ડિલવરી આપવા માટે ગતરોજ શુક્રવારે 5 વાગ્યાના સમયે ભરૂચ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઝનોર તરફ જતા માર્ગ પર ફિલ્મી સ્ટાઈલમાં બે અજાણી કારે તેમની કારની આગળ પાછળ ચાલવા લાગી હતી. સોનીને અટકાવી 6 જેટલા લૂંટારાઓ બંદૂકની અણીએ 200 તોલા સોનું અને 5 લાખ રૂપિયા રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જે બાદ વેપારી સ્થાનિક પોલીસે જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ આસપાસના CCTV ફૂટેજ અધારે તપાસ હાથધરી હતી. લૂંટારાઓ વડોદરા હાઈવે તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

જેના આધારે ભરૂચ પોલીસે સિનોર પોલીસને જાણ કરતા પોલીસે સેગવા ચોકડી પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન નાકાબંધી જોતા લૂંટારાઓ કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કરણ પટેલ, સંદીપ પટેલ અને પ્રવીણ વાઘ નામના ત્રણને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. સિનોર પોલીસે આરોપીઓને ભરૂચ પોલીસને સોંપયા હતા. જ્યારે બીજા ત્રણ આરોપી હાલ ફરાર છે. જેમની હાલ શોધખોળ ચાલી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular