Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટમાં રખડતા ઢોર બાદ કૂતરાઓનો આતંક, ચાર સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

રાજકોટમાં રખડતા ઢોર બાદ કૂતરાઓનો આતંક, ચાર સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Dog Terror: રાજ્યમાં રખડતા ઢોર (Stray Cattle) બાદ રખડતા કૂતરાંનો પણ આતંક (Dog Attacks) સતત જોવા મળી છે. આજે રાજકોટના (Rajkot) ગ્રામ્ય વિસ્તારમાં પિતા-પુત્ર બાઈક પરથી જઈ રહ્યા હતા. તે દરમિયાન કૂતરું વચ્ચે આવી જતાં બાઈક સ્લીપ થતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાજકોટમાં એક જ મહિનામાં રખડતા કૂતરાંના કારણે થયેલા બે અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જોકે આ પ્રકારનો ત્રીજો બનાવ ન બને તે માટે તંત્ર (RMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના કુવાડવાના સણોસરા ગામમાં રહેતા માવજી સાથળીયા (ઉં.50) અને તેમનો પુત્ર સવશી (ઉં.19) ગઈકાલે આઠમ હોવાથી કુટુંબીજન દ્વારા આયોજન કરેલા માતાજીના માંડવામાં લુણીધાર ગયા હતા. ત્યાર બાદ નોંધણવદર નિવેધમાં હાજરી આપવા માટે પિતા-પુત્ર બાઈક લઈને ગયા હતા. ત્યાંથી રાજકોટ પરત ફરતી વખતે વાસાવડથી દડવા જવાના રસ્તે રખડતું કૂતરું વચ્ચે આવી જતાં બાઈકનો અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

પિતા-પુત્રનો અકસ્માત થતાં બાઈક પરથી રોડ પર પટકાયા હતા. જેથી પિતાને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પિતા માવજીભાઈને ગંભીર ઈજા થતાં સારવાર માટે રોજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે વડિયા પોલીસને જાણ કરવામાં આવતા અકસ્માતે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. માવજીભાઈનું મોત નિપજતા બે દિકરા અને બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ચાર સંતાનોઓએ પિતા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત 23 તારીખના રોજ રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલી ભારત સોસાયટીમાં રહેતું દંપતી હળમતીયા ગોલીટા ગામે હવનમાં બાઈક પર જવા માટે નિકળ્યું હતું. ત્યારે આજી ડેમ ચોકડી પાસે શ્વાન પાછળ દોડ્યું હતું. ઉપરાંત શ્વાને મહિલા નયનાબેનની સાડીનો છેડો પકડી લેતા નીચે પટકાયા હતા. નયનાબેનને ગંભીર ઈજાઓ થતાં મહિલાને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા.

TAG: Rajkot News, Rajkot Dog Terror, Dog Attacks in Rajkot,

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular