Sunday, April 19, 2026
HomeGujaratજામનગરના કુખ્યાત જયેશ પટેલ વિરૂધ્ધ લંડનની કોર્ટનો ચૂકાદો, જયેશ ભારતને સોંપવા મંજૂરી

જામનગરના કુખ્યાત જયેશ પટેલ વિરૂધ્ધ લંડનની કોર્ટનો ચૂકાદો, જયેશ ભારતને સોંપવા મંજૂરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: અતીક અહેમદ (Atique Ahmed) ના કવરેજથી મીડીયાએ હજુ હાશકારો નથી લીધો ત્યાં ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જયેશ પટેલને (Gangster Jayesh Patel) લંડનની કોર્ટે 300 પાનાના ચુકાદામાં ભારત લાવવાની મંજુરી આપી છે. જેથી ગુજરાતના પોલીસ (Gujarat Police) બેડામાં જયેશને ભારત લાવવા માટેની કવાયત શરુ થઈ ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડમાં પ્રથમ હરોળમાં સંડોવાયેલ અને અત્યાર સુધીમાં જેના વિરુદ્ધ અલગ-અલગ કેસમાં 40 થી વધુ ફરિયાદ નોંધાઈ છે તે જયેશ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયો હતો. તેનો ઓરીજનલ પાસપોર્ટ જામનગરની જેલમાં જમા હોવાથી તે બોગસ પાસપોર્ટ દ્વારા લંડન પહોંચી ફરાર હતો. જ્યાં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ત્યારબાદ માર્ચ 2021માં લંડનના ક્રોયડનથી ઇન્ટરપોલે જયેશ પટેલની ધરપકડ કરીને લંડન જેલ હવાલે કર્યો હતો.

- Advertisement -

પ્રત્યાર્પણની તરફેણમાં ચુકાદો આપવાનું શું છે કારણ ?

છેલ્લા એક વર્ષથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લંડનની કોર્ટમાં જયેશને પરત લાવવા માટેની દલીલો બાદ આખરે લંડનની કોર્ટે 300 પાનાનો ચુકાદો આપ્યો છે. ગેંગસ્ટર જયેશ પટેલ વિરુદ્ધ એડવોકેટ કિરીટ જોશીની હત્યા, કોલેજના પ્રોફેસર પરસોત્તમ રાજાણી તેમજ બિલ્ડર જયસુખ પેઢાડિયા અને ગિરીશ ડેર પર ગોળીબાર કરીને તેમની હત્યા કરવાનો પ્રયાસ સહિતના 42 થી વધુ ગુના દાખલ હોવાથી ભાગેડું ગેંગસ્ટર જયેશ પટેલની કસ્ટડી ભારત સરકારને સોંપવાની એટલે કે પ્રત્યાર્પણ કરવાનો લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કુખ્યાત ભૂ માફિયા જયેશ પટેલ પાછળ કેટલાક રાજકીય લોકોનો હાથ હોવાની પણ ચર્ચાઓ ચાલી હતી. હવે આગામી દિવસોમાં યુનાઇટેડ કિંગડમ સરકારની આગળની કાર્યવાહી બાદ ભાગેડુ ગેંગસ્ટરને ભારત પરત લાવવાની કવાયતમાં ગુજરાત પોલીસ અને સમગ્ર મીડિયા જોતરાઈ જશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular