Sunday, April 19, 2026
HomeGujaratભાવનગરમાં ગમખ્વાર અકસ્માત ટ્રક પલટી ખાતા 7ને કાળ ભરખી ગયો

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત ટ્રક પલટી ખાતા 7ને કાળ ભરખી ગયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની (Bhavnagar Accident) ઘટના સામે આવી છે. જેને લઈ અરેરાટી મચી જવા પામી છે. ભાવનગરના મેવાસા ગામે હાઇવે પાસે પશુઓના ઘાસચારાથી ખચોખચ ભેરલા ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગયો (Truck Accident) હતો. આ અકસ્માતના પગલે 7 લોકો મોતને ભેટ્યા હોવાના અહેવાલ છે.

bhavnagar truck accident
bhavnagar truck accident

રાજ્યમાં હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

કેટલાક ડ્રાઇવરો બેદરકાર બની વાહનો હંકરાવાનાને કારણે તો કેટલાક કિસ્સાઓમાં ટાયર ફાટવા ડ્રાઇવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમવાતા અકસ્માત ઘટના બનતી છે જેમાં અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ભાવનગરમાંથી સામે આવી છે જયા ભાવનગરના વલભીપુરના મેવાસ ગામ પાસેથી પશુઓના ઘાસચારા ભરેલી ટ્રક પૂરઝડપે પસાર થઇ રહી હતી તે દરમિયાન ટ્રકનું ટાયર ફાટતા ટ્રક હાઇવે પરથી પલટી મારી હતી જેમાં ટ્રકમાં કુલ 12 થી 14 શ્રમિકો સવાર હતા અને અકસ્માત સર્જાતા 7 લોકોના ટ્રક નીચે દટાઇ જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયા હતા. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ ત્યા હાજર લોકો દ્ઘારા પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વલભીપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular