નવજીવન ન્યૂઝ.ધોરાજીઃ હાલમાં મોંઘવારી ધડાધડ સીડીઓ ચઢી રહી છે ત્યારે લોકો પણ દિવસેને દિવસે વધતા વિવિધ વસ્તુઓના ભાવને લઈ ત્રાહિમામ પોકારી ગયા છે. આવા જ એક ત્રાહિમામ પોકારી ગયેલા યુવકે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ગેસની બોટલ અને પેટ્રોલ હપ્તાથી મળી શકે તેવી કોઈ ગોઠવણ કરી આપવાની માગણી કહી છે. સ્વાભાવીક રીતે માગણી યુવકે પોતાની આર્થીક સ્થિતિને આધારે કરી છે.
ધોરાજીના જમના વડ રોડ ખાતે રહેતા 32 વર્ષિય સંકેત મકવાણા ત્યાંના સીએચસી સેન્ટરમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમના પત્ની એક દિકરો અને એક દીકરી છે. તેમનો દિકરો આરટીઈ અંતર્ગત શાળામાં ભણે છે જ્યારે તેમની દીકરી હજુ બે વર્ષની છે. સંકેતની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્ડ વર્ક કરતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સંકેતે કહ્યું કે, મહિને દસ હજારનો પગાર અને તેની સામે હજાર રૂપિયાનો ગેસનો બોટલ અને બે હજારનું તો માત્ર પેટ્રોલ જ થઈ જતું હોવાને કારણે આર્થિક ખેંચ ઘણી પડે છે.
આ કારણે મેં પત્ર લખ્યો હતો કે, હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહુ છું, આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બોટલ 350 રૂપિયામાં હતા તેના 1050 થઈ ગયા છે. પેટ્રોલના ભાવ 70 રૂપિયા હતા તે 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોવાથી છોકરાઓનો ભણવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ નથી. તો આપને મારી નમ્ર અરજ છે કે પેટ્રોલ અને ગેસની બોટલ મને હપ્તેથી આપવામાં આવે.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.