Thursday, April 16, 2026
HomeGujaratમાયાભાઈની દીકરી સોનલ ડેર પાસે છે 20 લાખનું સોનું અને જમીનનો કટકો...

માયાભાઈની દીકરી સોનલ ડેર પાસે છે 20 લાખનું સોનું અને જમીનનો કટકો પણ નહીં, જાણો ગાડીઓ અને દેવા અંગે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી ભાજપે સોનલ ડેરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સોનલ ડેર ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પુત્રી છે. હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અગાઉ માયા આહીરના પુત્ર જયરાજ આહીરને ઉતારવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ હાલના તેના વિવાદીત માહોલને લઈને તેને પડતો મુકાયો હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે. કારણ કે બગદાણા પ્રકરણ, જુનાગઢમાં કુંભ દરમિયાન છૂપાઈને વીવીઆઈપી એન્ટ્રી વગેરે મામલાઓએ વિવાદ સર્જ્યો હતો.

હવે આ ચૂંટણી જંગમાં ટિકિટ તો માયા આહીરના પરિવારને આપવાની જ હતી તેવી ચર્ચાઓ હતી. તે વચ્ચે તેમના દીકરીને આ તક મળી છે. ભાજપે અમરેલીના લાઠીમાં આવેલી ચાવંડ સીટ પર તેમના પર પસંદગી ઉતારી છે. અત્યંત વૈભવી જીવન જીવનારા સોનલ ડેર દેશ વિદેશ પણ ફરી ચુક્યા છે. તેમની મિલકત તેમણે ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી છે જેમાં તેમની પાસે ઓડી કાર હોવાનું અને તેની હાલની કિંમત રૂપિયા 5 લાખ હોવાનું તેમણે જણાવ્યું છે. ઉપરાંત તેમની પાસે 320 ગ્રામ સોનું છે. તેમના પતિ મોનિલ પાસે 100 ગ્રામ સોનું છે જેની કિંમત તેમણે અનુક્રમે 20 લાખ અને 10 લાખ રૂપિયા દર્શાવી છે. આ ઉપરાંત તેમના દીકરા રાજવર્ધન પાસે 5 લાખ રૂપિયાનું સોનું છે જેનું વજન 21 ગ્રામ છે.

- Advertisement -

ચૂંટણીના ઉમેદવારી ફોર્મ સાથે સોનલ ડેરે પોતાની મિલકતની વિગતો જાહેર કરી છે, જેમાં ઉપરોક્ત નોંધપાત્ર સંપત્તિ દર્શાવવામાં આવી છે. જેમાં દર્શાવેલી માહિતી મુજબ ₹5 લાખની ઓડી કાર તેમની છે અને ₹10 લાખની હ્યુન્ડાઈ ઔરા કાર તેમના પતિ મૌનિલની છે. અત્યંત વૈભવી જીવન જીવનારા સોનલ ડેર પાસે હાથ પરની રોકડ રૂપિયા 60,000 પુરા છે અને તેમના પતિ પાસે 1 લાખ રાઉન્ડફીગર હાથ પરની રોકડ છે. બેંકમાં સોનલની 5 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ છે. તેમના પતિના નામે ચાવંડમાં જ એક જમીન છે જેની 20 લાખની કિંમત હોવાનું તેમણે કહ્યું છે. બસ આ સિવાયના કોઈ કોઈ બીજું ઈન્વેસ્ટમેન્ટ નથી, કોઈ બીજા દેવા નથી. કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેમનું નામ નથી.

આમ સોનલ ડેરની કુલ મિલકત કે રોકડ મેળવી વાત કરીએ તો તેઓ માત્ર 25 લાખ 60 હજારના આસામી છે જ્યારે તેમના પતિ મોનિલ પાસે 41 લાખ રૂપિયાની મિલકત છે. જ્યારે તેમના પુત્ર રાજવર્ધન 5 લાખના આસામી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેર કરેલી સંપત્તિ ચર્ચાનો વિષય બની રહે છે, ત્યારે સોનલ ડેરની આ મિલકત વિગતો પણ રાજકીય વર્તુળોમાં ધ્યાન ખેંચી રહી છે.

- Advertisement -
(ALL PHOTOS CREDIT TO SONAL DER SOCIAL MEDIA)
Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular