Thursday, April 16, 2026
HomeGujaratJamnagarJamnagar Police એ ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો, 2ને પકડ્યા અને 2 વૉન્ટેડ

Jamnagar Police એ ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો, 2ને પકડ્યા અને 2 વૉન્ટેડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જામનગર : ઈન્ડીયન પ્રીમીયર લીગની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી (Betting on IPL Matches) કરતા બે શખસોને જામનગર પોલીસે પકડ્યા છે. Jamnagar Police એ ક્રિકેટ સટ્ટાની આઈડી આપનારા બે બુકીઓને ચોપડે ફરાર દર્શાવી 11 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર સિટી સી ડિવિઝન પોલીસે (Jamnagar City C Division Police) ગઈ રાત્રે બે શખસોને મોબાઈલ ફોન દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ટી-20 ક્રિકેટ મેચ સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા. રૉયલ ચેલેન્જર્સ અને સુપર જાયન્ટસ વચ્ચેની મેચ દરમિયાન રનફેર તથા હાર-જીતના સોદા કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં મયુર રાજેશભાઈ ફલીયા (ઉ. 28) અને મિતેશ મુકેશભાઈ નંદા (ઉ.29) નો સમાવેશ થાય છે. પોલીસે ભાવિન પ્રકાશભાઈ ફલીયા તથા અન્ય એક શખસના નામ ખોલ્યા છે. પકડાયેલા આરોપીના મોબાઇલમાં “ઓલ પેનલ એક્સચેન્જ” નામની આઈડી મારફતે સટ્ટો રમાડાતો હતો. જ્યારે આરોપી નંબર બે લાઈવ મેચનો સ્કોર જોઈ ફોન દ્વારા સોદા કરતો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular