Thursday, April 16, 2026
HomeGujaratGandhinagarVadodara : ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારના નામની જાહેરાત, નયના પરમાર અપક્ષ લડશે

Vadodara : ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારના નામની જાહેરાત, નયના પરમાર અપક્ષ લડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી (Vadodara District Panchayat Elections) માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ પોર બેઠક ઉપર બળવો (Revolt in BJP) જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર સક્રિય રહેતા અંકિતા પરમાર (Ankita Parmar) ની પસંદગી કરાઈ છે. આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેમણે બળવો પોકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર નયના પરમારના પતિએ આગામી 11 એપ્રિલે અપક્ષ તરીકે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે.

જિલ્લા પંચાયતની પોર બેઠકના નયના પરમાર (Nayna Parmar Por Vadodara) ને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેમના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારે ગુજરાતીમાં એમ.એ., બીએડનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત નર્સિંગમાં તેમણે એમએસડબલ્યુ કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારના સમર્થનમાં જિલ્લાના એક BJP MLA છે તો અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેસેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળીને નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કરાવ્યાની ચર્ચા છે.

- Advertisement -

પ્રદેશ સંગઠનનું તાજેતરમાં જ ગઠન કરવામાં આવ્યું છે. જેમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોશી (Dr. Hemang Joshi MP) ની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. જોશીએ તેમની ટીમમાં અંકિતા પરમારને ઉપપ્રમુખ તરીકેની નિમણૂક આપી છે.

નયના પરમારના પતિ રાજેશ પરમાટે ટિકિટ કપાતા Facebook Post કરી લખ્યું છે કે, જનતાની તાકાત એ જ સાચો વિકાસ. 11 એપ્રિલના રોજ પોર જિલ્લા પંચાયત સીટ અપક્ષ ઉમેદવાર નયના પરમાર ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ લડત કોઈ પક્ષ માટે નથી. આ લડત છે જનતાના હક, વિકાસ અને ન્યાય માટે. ગામના દરેક પ્રશ્નને અવાજ આપવાના સંકલ્પ સાથે. આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ભરવા સમયે હાજર રહી આશીર્વાદ આપશો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular