Wednesday, February 18, 2026
HomeGujaratગતિશીલ ગુજરાતની બીજી બાજુ, બાળકો મોતની સવારીમાં મુસાફરી કરવા બન્યા મજબૂર

ગતિશીલ ગુજરાતની બીજી બાજુ, બાળકો મોતની સવારીમાં મુસાફરી કરવા બન્યા મજબૂર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod News : અત્યાર સુધી દાહોદમાં બાળકોના શિક્ષણ માટે ઓરડાના ઘટ હોય તેવા અનેક અહેવાલો સામે આવ્યા છે. બાળકોને જગ્યાના અભાવે એક જ ઓરડામાં અભ્યાસ કરવો પડે છે, તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે ઓરડા બાદ હવે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાન્સોપોર્ટેશન માટે વાહનોની પણ ઘટ સર્જાઈ હોય તેવી ઘટના સામે આવી છે. શાળાએ આવવા-જવવા માટે રીતસર બાળકો જીવના જોખમે સવારી કરતા હોય તેવો વીડિયો દાહોદમાંથી (Dahod) સામે આવ્યો છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. એક તરફ ગતિશીલ ગુજરાતના વિકાસની ગાથાઓ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને 10 કિલોમીટર પગપાળા કે પછી આવી રીતે મોતની સવારીમાં મજબૂરીવશ મુસાફરી કરવી પડતી હોય છે.

દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી (Jhalod) એક વીડિયો હાલ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શાળા જવા માટે જીવના જોખમે તૂફાન ગાડી પર મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ કારની પાછળ છત તેમજ કારની આગળના ભાગે બોનેટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. અંદાજિત આ કારમાં 30થી વધુ લોકો સવાર હોવાનું કહેવાય રહ્યું છે. કમનસીબે જો કારનો અકસ્માત સર્જાય તો મોટાપાયે જાનહાનિ પણ થઈ શકે છે.

- Advertisement -

આ ઘટનાના વીડિયો પર કેટલાક યુર્ઝસ દ્વારા ટ્વિટર પર વાહનવ્યહાર મંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી, દાહોદ જિલ્લા કલેક્ટર અને ગુજરાત એસ. ટી.ને ટેગ કરી ટ્રાન્સોપોર્ટેશનની સુવિધા આપવામાં માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના સંવેદનશીલ ગણાતા ગૃહ રાજ્યમંત્રી વીડિયો જોઈ કેટલા સંવેદનશીલ બનશે તે તો હવે આગામી સમય બતાવશે. હાલ આ વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે, આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular