Aravalli Liquor scam: અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં વિદેશી દારૂ (Foreign Liquor)ની હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા બુટલેગરો (Bootleggers) સામે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના નિર્દેશ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીએ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GCTOC Act) હેઠળ આઠ બુટલેગરો સામે ગુનો નોંધી સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એક આરોપી અન્ય પ્રોહિબિશન (Prohibition)ના ગુનામાં જેલમાં હોવાથી તેને ટ્રાન્સફર વોરંટ (Transfer Warrant)ના આધારે કસ્ટડીમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી એલસીબીના પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે ધનસુરા વિસ્તારના કુખ્યાત બુટલેગરો સામે GCTOC હેઠળ કાર્યવાહી કરતાં અન્ય દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ સિન્ડિકેટ બનાવી તેમના સાગરીતો સાથે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણનો ગેરકાયદે ધંધો ચલાવ્યો હતો. અનેક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હોવા છતાં તેઓએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એલસીબીએ આઠ આરોપીઓ સામે GCTOC હેઠળ ગુનો નોંધી તેમની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે એક પછી એક સાત આરોપીઓને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે, જ્યારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
GCTOC હેઠળ ઝડપાયેલ બુટલેગરોના નામ વાંચો..!!
- મૌલિક હિરા પટેલ (રહે, વડાગામ-ધનસુરા)
- રિધમ દશરથ પટેલ (દેવભૂમિ સોસાયટી, મોડાસા મૂળ રહે, વડાગામ-ધનસુરા)
- વિજય રઘુનાથ દેસાઈ (રહે, જામઠા-ધનસુરા)
- અજય રઘુનાથ દેસાઈ (રહે, જામઠા-ધનસુરા)
- રાહુલ દામજી વાળંદ (શક્તિનગર-ધનસુરા)
- રાહુલ વખતસિંહ પરમાર (વડાગામ-ધનસુરા)
- અજય વિઠ્ઠલ બામણીયા (રાજપુર-જામઠા)
- રાહુલ ઉર્ફે જયેશ લીલા દેસાઈ (પકડવાનો બાકી)








