Tuesday, March 17, 2026
HomeGujaratGandhinagarગુજરાતના DGPએ 22 PIની કરી બદલી, જાણો કોણ ક્યાં મુકાયું

ગુજરાતના DGPએ 22 PIની કરી બદલી, જાણો કોણ ક્યાં મુકાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર : Gujarat PI Transfer:ગુજરાતમાં આજે એકસાથે 22 પોલીસ ઈન્સપેક્ટરની સાગમેટ બદલી કરવામાં આવી છે. ગુજરાતના DGP વિકાસ સહાયના (Vikas Sahay) આદેશથી પોલીસ ઈન્સપેક્ટરની બદલી (Police Inspector Transfer) કરવામાં આવી છે. જેમાં રાજકોટના 4, જુનાગઢના 2, વડોદરાના 2 અને ACBના 4 પોલીસ ઈન્સપેક્ટર સહિત કુલ 22ની બદલી કરવામાં આવી છે. જોકે આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓની પણ મોટા પાયે બદલી કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે જ અમદાવાદના પોલીસ કમિશનરની પણ નિમણૂંક પણ કરવામાં આવી શકે છે.

ગુજરાતના ડિજીપી વિકાસ સહાયના આદેશથી વડોદરાના જે. એમ. જાડેજાને કચ્છ પૂર્વ-ગાંધીધામમાં, વી. એલ. સાકરીયાને કચ્છમાં, રાજકોટના કે. એન. ભુકાણને અમદાવાદમાં, વી. એન. મહિડાને ખેડમાં, ભરૂચના આર. જે. ગોહિલને નર્મદામાં, નર્મદાના એચ. કે. મકવાણાને સ્ટેટ કંટ્રોલ રૂમમાં, દાહોદના એમ. કે. ખાંટને મહિસાગરમાં, અમરેલીના જે. એન. પરમારને વડોદરામાં, રાજકોટના એમ. આર. સંગાડાને વડોદરામાં, એસ. આર. નિનામાને CID ક્રાઈમમાં, બનાસકાંઠાના એસ. એ. ગોહિલને અમદાવાદમાં, CID ક્રાઈમના વી. આર. ડાંગરને અમદાવાદમાં, કે. જી. સિસોદીયાને ભરૂચમાં, પશ્વિમ રેલ્વે અમદાવાદના એસ. વી. વસાવાને દાહોદમાં, GPA કરાઈના ઓ. પી. સિસોદીયાને મહેસાણામાં, PTC જુનાગઢના એચ. વી. ધેલાને મોરબી, ડી. એમ. રાવલને અરવલ્લીમાં, SCRBના એન. આર. ગામીતને અમદાવાદમાં, ACBના જે. પી. સોલંકીને મહેસાણામાં, એમ. વી. પટેલને અમદાવાદમાં, ડી. વી. રાણાને સુરતમાં અને આર. વી. વીંછીની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular