Tuesday, March 17, 2026
HomeNationalમાનહાનિ કેસમાં સજા પર રોક લગાવવા રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રિમ કોર્ટમાં

માનહાનિ કેસમાં સજા પર રોક લગાવવા રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રિમ કોર્ટમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દિલ્હી: કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) માનહાનિ કેસમાં (Defamation Case) સુપ્રિમ કોર્ટના (Supreme Court) દ્વાર ખટખટાવ્યા છે. મોદી અટકને (Modi Surname) લઈ કરેલા વિવાદિત નિવેદનને લઈ સુરત મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરત મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષિત ઠેરવતા તેમને સાંસદ પદ પણ ગુમાવવુ પડ્યું છે. રાહુલ ગાંધીએ સુરત મેટ્રો કોર્ટના ચુકાદાને સુરતની જ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે ચુકાદો યથાવત રાખતા અંતે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં સજા પર રોક લગાવવા અરજી કરી હતી. 7 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટે કેસ-ચુકાદાને તપાસ્યો અને સજાને બરકરાર રાખી હતી. જેથી રાહુલ ગાંધી પાસે હવે માત્ર સુપ્રિમ કોર્ટનો વિકલ્પ રહ્યો હતો, તે માટે તેઓએ ન્યાયની માંગ સાથે સુપ્રિમમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર હવે આગામી દિવસોમાં સુનાવણી થશે.

આ કેસની પૂરી વિગત એમ છે કે 2019ના લોકસભાના ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં આવેલા કોલાર સ્થળે એક રેલીમાં રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ છે?’ જે નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, રાહુલ ગાંધીની ટિપ્પણીથી સમગ્ર મોદી સમાજને બદનામ કર્યા છે. રાહુલ ગાંધી વિરુદ્ધ આઈપીસી કલમ 499 અને 500(માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ટિપ્પણીના સંદર્ભમાં સુરતની મેટ્રો કોર્ટે કલમ 504 હેઠળ બે વર્ષની સજા સુનાવી હતી. આ સજા પછી રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ પણ ન રહ્યું. હવે જો સુપ્રિમ કોર્ટ દ્વારા રાહુલની તરફેણમાં નિર્ણય આવશે તો તેમને સંસદનું સભ્યપદ ફરી મળી શકે છે. 29 એપ્રિલના રોજ રાહુલ ગાંધી વતી ગુજરાત હાઇકોર્ટમાં કહ્યું હતું કે જામીનપાત્ર અને નોન-કોગ્નિઝેબલ ગુના માટે બે વર્ષની સજા કરવામાં આવશે તો તેમના અસીલ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવશે.

- Advertisement -

જોકે હવે કેસ સુપ્રિમમાં પહોંચતા આગામી દિવસોમાં આ કેસની સુનાવણી થશે અને જો સુપ્રિમમાં પણ રાહુલ ગાંધીની સજા યથાવત્ રહેશે તો આગમી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ લડી નહીં શકે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular