નવજીવન ન્યૂઝ. જેતપુર: Jetpur Crime News: જેતપુરમાં(Jetpur) તાજેતરમાં ઘરમાં છતના હુકમાં દોરી બાંધી જેટકોના વાયરમેન હર્ષદ વણઝારાએ આત્મહત્યા (wireman’s suicide)કરી હતી. મૃતક હર્ષદ વણઝારાએ લખેલી સુસાઈડ નોટમાં સોનલ રાજુ પરમાર, રાજુ હરી પરમાર અને શાંતિલાલના નામ લખી જણાવ્યું હતું કે તેઓ તેની પાસેથી રૂપિયા 25 લાખ જેટલી રકમ પડાવી ચૂક્યા છે. અને વધુ પૈસાની માગણી કરતા હોય તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ચકચારી આત્મહત્યા કેસમાં શરૂઆતમાં વ્યાજકંવાદનો મુદ્દો હોવાનું માનવામાં આવતં હતું પરંતુ પોલીસ તપાસમાં ભેદ ઉકેલાતા હનીટ્રેપનો(Honey Trap) કિસ્સો સામે આવ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેટકોમાં ફરજ બજાવતા વાયરમેને આત્મહત્યા કરી હતી. ઘરના એક રૂમમાં હુક સાથે દોરી બાંધી આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા જેતપુર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. 38 વર્ષીય મૃતક હર્ષદ વણઝારાએ આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટ લખી રૂપિયા 25 લાખ પડાવી લેવાયાની માહિતી લખી હતી. આ મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, સુસાઈડ નોટમાં ઉલ્લેખીત આરોપીઓએ હર્ષદને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.
જેતપુર પોલીસે આ મામલે મૃતકના ભાઈ હરેશભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપી સોનુ રાજુ પરમાર, રાજુ હરિભાઈ પરમાર અને તેનો બનેવી શાંતિલાલ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 306,384 અને 114 મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી હનીટ્રેપનો શિકાર બનેલા મૃતક હર્ષદ પાસેથી પૈસા પડાવતા હતા. આરોપીઓએ મૃતક પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા 25 લાખ જેટલી માતબાર રકમ પડાવી લીધી હતી. બ્લેકમેલ કરતા આરોપીઓ હર્ષદને સતત બ્લેકમેલ કરતા હોય હર્ષદે દબાણમાં આવી આત્મહત્યા કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








