Friday, December 1, 2023
HomeSeriesDeewal Seriesજેલર કૌશીક પંડયાએ પોતાની ભારે કાયા ખુરશીમાં ગોઠવતા મહંમદ સામે જોયુ તેણે...

જેલર કૌશીક પંડયાએ પોતાની ભારે કાયા ખુરશીમાં ગોઠવતા મહંમદ સામે જોયુ તેણે પુછ્યુ બોલો સાહેબ કેમ યાદ કર્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-70 દીવાલ): જે સવારે મહંમદે Muhammad સીપાઈ સાથે અરજી મોકલાવી તે દિવસે બપોરે બંદી ખુલતા એક કેદી સીપાઈ સાથે આવ્યો તેણે મહંમદને કહ્યું જેલર Jailer સાહેબ બોલાવે છે, મહંમદ Muhammad સમજી ગયો, કે જેલર Jailer કેમ બોલવી રહ્યા છે. યુનુસે Yunus તેની સામે જોયું આંખના ઈશારે મહંમદે Muhammad કહ્યું ચિંતા કરીશ નહીં હું જઈ આવું છું. તેણે તરત ચંપલ પહેર્યા અને તે સીપાઈ સાથે જેલર Jailer ને મળવા માટે ઉપડયો. તેનું મન તેને કહી રહ્યું હતું કે તે કઈ પણ રીતે તેની અરજી જેલર Jailer પાસે મંજુર કરાવી લેશે. તેની સાથે ચાલી રહેલા સીપાઈના મનમાં બહુ કુતુહલ હતું. તેણે ચાલતા ચાલતા આગળ પાછળ જોયા પછી પુછ્યું, સાહેબે તમને કેમ બોલાવ્યા છે. મહંમદ Muhammad ચહેરા ઉપર સ્મીત આવ્યું તેણે કહ્યું સાહેબ મને બોલાવવા તમે આવ્યા છો, મને કઈ રીતે ખબર હોય જેલરે Jailer મને કેમ બોલાવ્યો છે.મહંમદ Muhammad નો જવાબ સાંભળી સીપાઈને પણ હસવું આવી ગયું, તેણે વાત બદલતા પુછ્યું, નવી બેરેક Barracks માં ફાવી ગયું, મહંમદે Muhammad કહ્યું ફવડાવવું જ પડને આ થોડું આપણું ઘર છે, તો આપણી ઈચ્છા પ્રમાણે જ બધુ થાય. તેઓ જેલના મુખ્ય દરવાજામાં આવેલી ઓફિસ પાસે આવી ગયા. જયાં SRPનો પહેરો હોય છે. સીપાઈએ મહંમદ Muhammad તરફ ઈશારો કરતા કહ્યું જેલરે Jailer બોલાવ્યો છે, એક એસઆરપી વાળો ઉભો થયો તેણે મહંમદ Muhammad ના પગથી કમર અને છાતીનો સ્પર્શ કરી તેને ચેક કર્યો અને અંદર દાખલ થવાનો ઈશારો કર્યો, જેલર Jailer ની ઓફિસ આવતા સીપાઈ બહાર ઊભો રહી ગયો તેણે તેને અંદર જવાનો ઈશારો કર્યો, મહંમદે Muhammad પહેલા દરવાજો નોક કર્યો અને પછી દરવાજો ખોલતા થોડું ડોક્યું કરી પુછ્યું સાહેબ આવું, જેલર પંડયા Jailer Pandya ના હાથમાં ચાનો કપ હતો, તેમણે મહંમદ Muhammad ને જોતા કપ ટેબલ ઉપર મુકતા કહ્યું આવો મહંમદ. મહંમદ Muhammad અંદર આવ્યો, તેણે કહ્યું નમસ્તે સાહેબ, જેલર કૌશીક પંડયા Jailer Kaushik Pandya એ પોતાની વિશાળ કાયાને ખુરશીમાં સરખી કરતા હોય તેમ આખા શરીરને હચમચાવી ટેબલ તરફ થોડા આગળ થયા અને ટેબલ ઉપર પોતાના હાથ ટેકવ્યા, મહંમદે Muhammad પુછ્યું બોલો સાહેબ મને કેમ યાદ કર્યો.

જેલરે Jailer ટેબલ ઉપર પડેલા થોડાકા કાગળોમાં કઈક શોધ્યું અને એક કાગળ તેમાંથી બહાર કાઢી પોતાની સામે મુકતા કહ્યું તે કઈક અરજી કરી છે કેમ… તેમ કહી તે અરજી વાંચવા લાગ્યા, પણ પંડયા Pandya પણ ડીપાર્ટમેન્ટલ પ્રમોશન લઈ જેલર Jailer થયા હતા તેમને પણ અંગ્રેજી સાથે બાપે માર્યા વેર હતું. તેમણે અંગ્રેજી અરજી જોઈ અંદરથી તો ગુસ્સો આવ્યો, પણ મને અંગ્રેજી આવડતી નથી, તેવું કોઈ પણ ગુજરાતી કબુલ કરી શકતો નથી તેમાંના પંડયા Pandya પણ એક હતા. તેમણે અરજી વાંચવાનું કષ્ટ સહન કર્યું, મહંમદ Muhammad જાણતો હતો કે જેલર Jailer અંગ્રેજી વાંચી શકતા નથી. માટે તે મનમાં મઝા લઈ રહ્યો હતો, તેનું ધ્યાન પંડયા Pandya ની બરોબર સામે લાગેલા ટીવી સ્ક્રીન ઉપર હતું. આ ટીવી જેલમાં લાગેલા CCTV માટેનું હતું જેલની બેરેક Barracks માં શું થઈ રહ્યું છે તે પંડયા Pandya પોતાની ચેમ્બરમાં બેસી જોઈ શકતા હતા.પંડયા Pandya નું ધ્યાન વાંચવામાં જતુ ન્હોતુ, જેના કારણે મહંમદ Muhammad શું કરી રહ્યો છે તે થોડી થોડી વારે જોઈ લેતા હતા. મહંમદ Muhammad સીસીટીવી CCTV જોઈ રહ્યો છે તેવું ધ્યાનમાં આવતા તેમણે ટેબલ ઉપર પડેલુ રીમોર્ટ ઉપાડયુ અને ટીવી TV સ્ક્રીન ઓફ કર્યા, મહંમદ Muhammad ને મનમાં હસવું આવ્ય પણ તે ચહેરા ઉપર હસવુ બતાડી શકતો ન્હોતો. મહંમદ Muhammad ની અરજીમાં કઈ જ ખબર પડી નહીં, છતાં પંડયાએ બધી જ ખબર પડી છે તેવો ડોળ કરતા કહ્યું નહીં મહંમદ Muhammad આ અરજી મંજુર થઈ શકે તેમ નથી. મહંમદ Muhammad ને આશ્ચર્ય થયુ કે સાહેબને અરજીમાં શું લખ્યુ છે તે જ ખબર પડી નથી છતાં તે અરજી ના મંજુર કરી રહ્યા છે. મહંમદે કહ્યું સાહેબ પણ મને સમજાવો તો ખરા તમે મારી અરજી નામંજુર કેમ કરો છો. પંડયા Pandya એ ગુસ્સો કરતા કહ્યું ના ભાઈ ના તમારી એક પછી એક માગણીઓ વધી રહી છે, હવે હું તમને કોઈ મદદ કરી શકુ તેમ નથી. મહંમદે Muhammad ઠાવકાઈપુર્વક કહ્યું સાહેબ કઈ વાંધો નહીં, તમે અરજી ના મંજુર કરશો તો મારે કોર્ટને અરજી આપવી પડશે. કોર્ટ શબ્દ સાંભળતા પંડયા Pandya ના ગાત્રો ઢીલા થઈ ગયા, તેમણે કહ્યું મહંમદ Muhammad બધી બાબતોમાં કોર્ટમાં અરજી કરવાની વાત વાજબી નથી.

- Advertisement -

મહંમદે Muhammad કહ્યું સાહેબ આ અમારા ધર્મનો સવાલ છે, તમે તેમાં અમને રોકી શકતા નથી. ધર્મની વાત આવતા પંડયા વધુ ઢીલા પડયા, તેમને થયું પાછો તેમની ઉપર ઈસ્લામ વિરોધી હોવાનો આક્ષેપ થશે તેમણે ફરી અરજી તરફ જોયું, તેમા તેઓ ઈસ્લામ શબ્દ કયાં છે તે શોધી રહ્યા હતા, પણ તેમને તે શબ્દ મળ્યો નહીં, તેમણે નકલી ગુસ્સો કરતા ટેબલ ઉપર હાથ પછાડી પુછ્યું મહંમદ Muhammad તારે શું જોઈએ છે, મહંમદ Muhammad કહ્યું સર એક કંપાસ તો માગ્યો છે, કંપાસ માટે આટલી માથાકુટ થઈ રહી છે. પંડયા કઈ સમજી શકયા નહીં, તેમણે કહ્યું તમારે કંપાસ શું કરવો છે હવે કઈ તમે થોડા સ્કુલમાં ભણો છો, મહંમદ Muhammad ને સમજ પડી કે સાહેબ કંપાસનો અર્થ સ્કુલના બાળકોના દફતરમાં હોય છે તે કંપાસની વાત કરે છે. તેને ગુજરાતી આવડી ગઈ હતી પણ તેને કંપાસનો ગુજરાતી અર્થ ખબર ન્હોતી તેણે સમજાવતા કહ્યું સાહેબ કંપાસ એટલે આપણે પેલુ ગોળ આવે છેને.. સાહેબ જેનાથી આપણને દિશા ખબર પડે.. પંડયા Pandya ના ચહેરા ઉપરનો ભાવ જોઈ મહંમદ Muhammad પણ માથુ ખંજવાળવા લાગ્યો, કંપાસ એટલે શું સાહેબને કઈ રીતે સમજાવવું, મહંમદે Muhammad ફરી પ્રયત્ન કર્યો, પણ મહંમદ Muhammad સમજાવી શકયો નહીં અને પંડયા સમજી શકયા નહીં.તરત પંડયા Pandya ને યાદ આવ્યું તેમણે પોતાના કાગળોનું કામ સંભાળતા સીપાઈને બોલાવ્યો, સીપાઈ ગ્રેજયુએટ હતો કે પંડયા Pandya કરતા પણ વધુ ભણેલો હતો અને હાઈકોર્ટના અંગ્રેજી કાગળો પણ વાંચી લેતો હતો. સીપાઈ આવતા પંડયાએ તેને કહ્યું ભાઈ આ મહંમદ Muhammad શું કહે છે તે સમજી લેને… મહંમદે Muhammad તેને સમજાવ્યો કે તેમને કંપાસ જોઈએ છે, સીપાઈ એક મિનિટમાં સમજી ગયો તેણે પંડયા Pandya ને સમજાવતા કહ્યું સાહેબ તેમને હોકાયંત્ર જોઈએ છીએ, હોકાયંત્ર શબ્દ સાંભળતા પંડયા ચૌંકી ગયા. તેમણે કહ્યું હોકાયંત્ર… તમારે શું કામ છે હોકાયંત્રનું તમે કયાં હોડી ચલાવો છે, મહંમદ Muhammad મનમાં બબડયો હોડી તો ચલાવીએ છીએ પણ જમીનની અંદર, મહંમદે Muhammad પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું સર ઈસ્લામ પ્રમાણે જ્યારે અમે નમાઝ પઢીએ ત્યારે અમારો ચહેરો પવિત્ર કાબા તરફ હોવો જોઈએ, પંડયા Pandya માટે કાબા શબ્દ પણ નવો જ હતો.

મહંમદે Muhammad કહ્યું સર જો કાબા તરફ અમારો ચહેરો ના હોય તો અમારી નમાઝ મંજુર થતી નથી. પંડયા Pandyaએ સીધી વાત પુછતા કહ્યું આપણે ત્યાં કઈ દિશામાં હોવો જોઈએ, મહંમદે Muhammad કહ્યું અમદાવાદ Ahmedabad માં પશ્ચિમ દિશામાં હોવો જોઈએ, પંડયા Pandya એ તરત કહ્યું લે ભાઈ આ તરફ સુર્ય ઉગે, તે પુર્વ અને આ તરફ સુર્ય આથમે તે પશ્ચિમ તેમાં હોકાયંત્રથી ક્યાં દિશા જોવાની જરૂર છે. મહંમદ Muhammad ને લાગ્યું કે હવે કડક થયા વગર કામ નહીં થાય, તેણે કહ્યું સારૂ સાહેબ તમે અરજી નામંજુર કરો, આતો ઈસ્લામ પ્રમાણે અમારો અધિકાર છે અને દુનિયાની કોઈ પણ સરકાર અમને હોકાયંત્ર આપવાની ના પાડી શકતી નથી માટે તેમને કહ્યું…

(ક્રમશ:)

- Advertisement -

PART – 69 | મહંમદએ કહ્યુ સોમવારે આપણામાંથી એકને બિમાર પડવાનું છે આ સંભાળી બધાને આશ્ચર્ય થયુસાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular