Aam Aadmi Party leaders submit petition to Ahmedabad Mayor : અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરીજનોને કરોડો રૂપિયાનું નુકસાન (Rain causes loss of crores in Ahmedabad) થયું છે તેનું વળતર ચૂકવવા માટે આમ આદમી પાર્ટીએ મેયરને રજૂઆત કરી છે. AAPના હોદ્દેદારો-કાર્યકરોએ પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરન બારોટ (Dr. Karan Barot AAP) ની આગેવાનીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે નારા પણ લગાવ્યા હતા અને ત્યારબાદ મેયરને આવેદનપત્ર સોંપ્યું હતું. ઇસુદાન ગઢવીએ ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર (Government corruption in TP scheme) અને પાણીના વહેણ બ્લોક થવાથી કરોડોના બંગલાઓમાં પાણી ભરાયા હોવાનો આરોપ લગાવ્યો છે. પૂરની આફતમાં જીવ ગુમાવનારાઓના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય ચૂકવા પણ ઇસુદાને માગ કરી છે.
AAP પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા કરન બારોટે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ-ચાર દિવસથી અમદાવાદમાં વરસાદ પડ્યો અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા. લોકોના ઘરોમાં અને વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જવાથી કરોડોનું નુકસાન થયું છે. વિરોધ પક્ષ તરીકે અમદાવાદના લોકોએ કોંગ્રેસ પાર્ટીને એક ચાન્સ આપ્યો, પરંતુ કોંગ્રેસ પાર્ટી ક્યાંય દેખાતી નથી. મેયર હિતેશ બારોટને આવેદનપત્ર સોંપી વરસાદમાં થયેલા નુકસાનનો તાત્કાલીક સર્વે કરાવી લોકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ ટેક્સમાં રાહત આપવાની માગ કરી છે.
ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) એ આક્ષેપ કર્યો છે કે, પ્રી-મોનસૂન કામગીરીની મીટિંગોમાં માત્ર અધિકારીઓ અને નેતાઓ દ્વારા પેંડા-બિસ્કિટ ખાવામાં આવે છે. 15-20 ઇંચ વરસાદ પડતાં જ સરકારની બધી જ વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી જાય છે. પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર આચરીને પાણીના કુદરતી વેણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કરોડો રૂપિયાના બંગલાઓમાં પણ પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જેવા વિસ્તારોમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે અને મૃતદેહો તણાઈને આવી રહ્યા છે.








