Friday, July 24, 2026
HomeGujaratAhmedabadઅતિભારે અને સતત વરસાદથી અમદાવાદ-સુરત-વલસાડ બેટમાં ફેરવાયા, ઘરો અને દુકાનો પાણીમાં

અતિભારે અને સતત વરસાદથી અમદાવાદ-સુરત-વલસાડ બેટમાં ફેરવાયા, ઘરો અને દુકાનો પાણીમાં

- Advertisement -

Rain disaster in Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસેલી આકાશી આફતથી કરોડો રૂપિયાનું નુકશાન (Loss of crores in South Gujarat) થયું છે. સંખ્યાબંધ વાહનો, ઘરો અને દુકાનો અતિભારે અને સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં નુકશાન થયું છે. વલસાડમાં વરસાદે 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો (Rain breaks record in Valsad) છે. ઉમરગામ તાલુકામાં છેલ્લા 28 કલાકમાં જ 43 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં આ રેકોર્ડ તૂટી ગયો છે. ઔરંગા નદી ઇતિહાસમાં પહેલીવાર 9 મીટરની ભયજનક સપાટી વટાવી જતાં વલસાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડથી થોડીક સારી સ્થિતિ સુરત અને પછી અમદાવાદની છે. જોકે, સુરત અને અમદાવાદમાં પણ અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા (Heavy rain in Surat and Ahmedabad) છે. બેઝમેન્ટ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેલા વાહનો પાણીમાં ડૂબ્યા છે.

વરસાદની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. વલસાડ જિલ્લામાં NDRF અને SDRF ની ટીમો દ્વારા 1300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત અને બચાવ કામગીરી માટે વાયુસેના અને કોસ્ટ ગાર્ડને એલર્ટ પર રહેવા સૂચના અપાઈ છે.

- Advertisement -

વાપીના પટેલ સમાજની વાડી સહિત વિવિધ સ્થળોએ પાર્ક કરવામાં આવેલી 200થી વધુ કાર પાણીમાં ડૂબી ગઈ છે. અતિભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પણ ઠપ (Ahmedabad-Mumbai rail service halted) થઈ ગયો છે અને તેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular