Saturday, April 18, 2026
HomeGujaratBhavnagarભાવનગરમાં યુવરાજસિંહ પર વરસી પડ્યા પાટીલ, જીતુ વાઘાણી સાથે ઉજવ્યો ભાવનગરનો 301માં...

ભાવનગરમાં યુવરાજસિંહ પર વરસી પડ્યા પાટીલ, જીતુ વાઘાણી સાથે ઉજવ્યો ભાવનગરનો 301માં સ્થાપના દિવસ

- Advertisement -

નવજીનવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: રાજ્યમાં ડમીકાંડ (Dummy Case) બાદ તોડકાંડનો(Todkand) મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ડમીકાંડને ઉજાગર કરનાર વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) 1 કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત સામે આવતા રાજકારણ પણ ભારે ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી યુવરાજ સિંહના સમર્થનમાં ઉતરી છે. તો બીજી તરફ ભાજપ યુવરાજસિંહનો વિરોધ કરી રહી છે. દરમિયાન ભાવનગર (Bhavnagar) પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે (C R Patil) યુવરાજસિંહને લઈ પહેલી પ્રતિક્રિયા આપી હતી.

આજરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ભાવનગરના 301માં સ્થાપના દિવસની (Bhavnagar 301st foundation day) ઉજવણી માટે ભાવનગર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પાટીલે જીતુ વાઘાણી (Jitu Vaghani) સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધી પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા પાટીલે જણાવ્યું કે ” જે પહેલા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો એ આજે આરોપીના પાંજરામાં છે. રાજ્યમાં આવા કોઈ કાંડ થતા હોય તેની માહિતી પોલીસની મળતી હોય છે, પત્રકારોને મળતી હોય છે. પણ રાજ્યમાં કોઈ પેપર લીક થાય ડમીકાંડનો મામલો સામે આવે તો સૌથી પહેલી બાતમી એ વ્યકિતને મળતી હતી. તો પોલીસ પાસે પણ જે માહિતી સ્ત્રોત આવતા હોય તે ગુનેગારો પાસેથી આવતા હોય છે. તો આ આરોપી પણ કોઈના કોઈ ગુના સાથે સ્ત્રોત સંકળાયેલા હતા. આજે સમ્રગ ગુજરાતે જોઈ લીધું છે કે જે વ્યકિત પોતે આવા કૌભાંડ ખુલ્લા કરવાની વાતો કરતો હતો, એ પોતે પાંજરામાં પુરાયો છે. લોકોને ડરાવી ધમકાવી કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નિર્દોષ લોકોને દબાવ્યા છે અને સાથે કેટલાક ભ્રષ્ટ લોકોને બચાવવા પૌસા પડાવ્યા છે. જેમાં તેના પુરાવાઓ પોલીસે કબ્જે કર્યા છે, તોડકાંડમાં જોડાયેલા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે’

- Advertisement -

યુવરાજસિંહે ભાજપના કેટલાક નેતાઓને નામ પ્રેસ કોન્ફરન્સમાં લીધા હતા તે બાબતે પત્રકારના સવાલ પર પ્રતિક્રીયા આપતા પાટીલે કહ્યું હતું કે, તેમણે નામ લીધા એ નામ આપવાનો તેમને અધિકાર છે. પણ નામ સાથે પુરાવા આપવાની પણ તેમને ફરજ છે. પોતાને બચાવવા માટે બીજા વ્યકિતના નામ લઈ રહ્યાં છે, એમણે જે કંઈ પણ નામ આપ્યા છે પોલીસ તેની પણ તપાસ કરશે. પણ પોલીસ સમક્ષ કોઈ જ નામ કે પુરાવા નથી આપ્યા તેવું પોલીસ કહી રહી છે.

કોંગ્રેસે કહ્યું ખોટો કેસ

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ યુવરાજસિંહના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ પર સરકારે ખોટી ફરિયાદ કરી છે. જો સરકાર સાચી હોય તો યુવરાજસિંહની સાથે ભાજપના નેતાઓની પણ પુછપરછ કરવી જોઈએ કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવા દાવા કરતી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ખોટા કેસ કરે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular