નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં (Changodar) કેન્દ્રિય નાર્કોટિક્સ વિભાગે દરોડા (Narcotics raid) કરી કરોડોની દવાનો જથ્થો (Medicine Seized) ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો જથ્થો પેઈન કિલર અને ઉંઘની દવાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. નાર્કોટિક્સ વિભાગનું માનવું છે કે આ દવાનો જથ્થો નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. ઝડપાયેલી દવાનો જથ્થો અંદાજીત રૂપિયા 1 કરોડ કરતા વધારેની કિંમતનો હોવાનો અને જથ્થો મંગાવનાર આરોપી જેલમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગતો મુજબ આજરોજ અમદાવાદના (Ahmedabad) ચાંગોદરમાં સ્થિત ટી.આર.એલ. ટ્રાન્સ રોડ લોજીસ્ટિક નામના ગોડાઉનમાં કેન્દ્રિય નાર્કોટિક્સ વિભાગે દરોડો કર્યો હતો. જેમાં મોટી માત્રામાં દવાનો જથ્થો ઝડપાયો હતો જેની કિંમત 1 કરોડ કરતા વધારેની આંકવામાં આવી રહી છે. આ દવાનો જથ્થો મહેસાણાની કંપની વી. કે. હેલ્થકેરના માલિકે તેના ડિસ્ટ્રીબ્યુટર મારફ તે મંગાવ્યો હોવાની માહિતી નાર્કોટિક્સ વિભાગે આપી હતી. ઉપરાંત માહિત મળી રહી છે કે આ કંપનીનો માલીક હાલ છત્તિસગઢ પોલીસે ધરપકડ કરેલી હોય જેલમાં છે જ્યારે તેનો ડિસ્ટ્રીબ્યુટર કે જેણે દવાનો જથ્થો સપ્લાય કર્યો છે તે ફરાર થઈ ગયો છે.

દરોડા અંગે નાર્કોટિક્સ વિભાગના અધિકારીએ મીડિયાને માહિતી આપી હતી કે, આ જથ્થો દારૂ કરતા વધારે નશો આપતો હોય તેનો ગેરકાયદેસર વેપાર થતો હોય છે. આ દવાનો જથ્થો મંગાવનાર કંપની વી. કે. હેલ્થકેરનો માલિક જેલમાં છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અગાઉ દિલ્હી અને રાજસ્થાનના સાંચોરમાંથી દવાનો જથ્થો ઝડપાયો હતો. આ મામલાની તપાસમાં ચાંગોદરમાં ચાલતા આ વ્યવહારોની માહિતી મળી હતી. જેના પગલે આજરોજ દરોડા કરી દવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
હાલ આ દવાનો જથ્થો સીલ કરી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો અને ચાંગોદર મોકલવાનું કામ કોણે પાર પાડ્યું સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








