તોફીક ઘાંચી (નવજીવન ન્યૂઝ. કડી): Mehsana News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. અવાર-નવાર વિવિધ અહેવાલોના મધ્યમથી આપણે જોયું છે કે ચેરો, લૂંટારા, અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો તેમણે કોઈ ભય ન હોય તેમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. તેવી જ રીતે મહેસાણાના (Mehsana) કડીમાં (Kadi) અસામાજિક તત્વોનો (Anti-social elements) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઘરમાંથી કચરો કાઢવા બાબતે ત્રણ વ્યક્તિઓએ મહિલા સહિત આખા પરિવાર પર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, કડીનાં કસબા વિસ્તારમાં મહિલા ઘરનો કચરો સાફ કરી રહી હતી, તે દરમિયાન હુમલો કરનાર વ્યક્તિઓ બાઈક લઈ વારંવાર ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. જેના કારણે મહિલાને પરેશાની થતાં આ ત્રણ વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મગજમારી ચાલી રહી હતી ત્યારે જ મહિલાના પતિ રમઝાન મહિનાનો ઈફ્તારનો સમાન લઇ ઘરે આવ્યા હતા. આ ઘટના જોતા તેઓએ આરોપીને ઠપકો આપતા ઉશ્કેરાયેલા તત્વોએ ગાળા-ગાળી કરી અને પતિ-પત્ની પર પાઇપ, ઘોકા વડે હુમલો કર્યો હતો.
બાદમાં કડી પોલીસ સ્ટેશન ખાતે આરીફખાને ફરિયાદ કરતાં ત્રણ વ્યક્તિઓ અનસ અબ્દુલ રસીદ દોલાણી, જુનેદ અબ્દુલરસીદ દોલાણી, તોફીક ઉર્ફે રબડિયો અબ્દુલરસીદ દોલાણી વિરુદ્ધ IPC 323, 504, 506(2), 114 અને GPA 135 અંતર્ગત ફરિયાદ નોંધી ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આરોપીને પોલીસનો ડર જ નથી તેમ બેફિકર થઇ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમ છતાં આવા ગુનેગારો સામે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








