નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Blast News: ભાવનગરમાં (Bhavnagar) સુમિટોમો કંપનીમાં બ્લાસ્ટની (Blast at Sumitomo Company)ઘટના સામે આવી છે. બ્લાસ્ટના પગલે લોકોના ટોળે-ટોળા એકત્રીત થઈ ગયા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયો તે સમયે 100 જેટલા કર્મચારીઓ હાજર હતા. બ્લાટ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરમાં રૂવાપરી નજીક આવેલી સુમિટોમો કંપનીમાં બપોરના સમયે બ્લાટની ઘટના બની હતી. કંપનીના યુનિટમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. બ્લાસ્ટમાં 4 જેટલા કર્મી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા કંપનીના યુનિટમાંથી કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બ્લાસ્ટ થયો ત્યારે કંપનીમાં 100 જેટલા કર્મી કામ કરતાં હતા.
કંપનીમાં બ્લાસ્ટની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમે આવી પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી, સાથે જ કંપનીમાં રહેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ તાત્કાલીક ધોરણે કરવામાં આવી હતી. હજુ બચાવ કામગીરી ચાલુ છે. કંપનીમાં કેટલા કર્મી ફસાયેલા છે તેની જાણકારી સામે આવી નથી.
TAG: Massive blast at Sumitomo Company in Bhavnagar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








