Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadવેરો વસૂલવા આવેલા AMCના કર્મચારી પણ હુમલો, પૂર્વ IASનો પુત્ર હુમલાખોર

વેરો વસૂલવા આવેલા AMCના કર્મચારી પણ હુમલો, પૂર્વ IASનો પુત્ર હુમલાખોર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આજથી શહેરમાં વેરા વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી સબબ AMCના કર્મચારી બાકી વેરાની વસૂલાત માટે રાજપથ ક્લબની પાછળના વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં એરોન સ્પેક્ટ્રા નામની ઈમારતમાં આવેલી એક ઓફિસમાં બાકી વેરાની વસૂલાત કરતા અંદર હાજર વ્યક્તિએ અચાનક હિચકારો હુમલો (Attacked on AMC Employee) કર્યો હતો. કથિત રીતે આ હુમલો કરનાર વ્યક્તિ પૂર્વ આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર (Son of Ex IAS Officer ) હોવાની માહિતી મળી રહી છે..

AMC દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરમાં વિવિધ ટીમો વેરાની વસૂલાત માટે મિલ્કતો સીલ કરવા અને વસૂલાત કરવા રવાના કરવામાં આવી હતી. સાથે જ વેરાની ચૂકવણી નહીં કરતા મિલકત ધારકોને પાણીના અને ગટરના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એક ટીમ રાજપથ ક્લપ રોડ પર આવેલી એરોન સ્પેક્ટ્રા નામની ઈમારત પર પહોંચી હતી. આ ઈમારતમાં 605 નંબરની ઓફિસમાં જઈ બાકી વેરાની વસૂલાત માટે જણાવતા હાજર વ્યક્તિ લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો. બાદમાં તેણે વેરા વસૂલાત કરવા આવેલા કર્મચારી પર અચાનક જ હિંસક હુમલો કરી દીધો હતો. AMCના કર્મચારી પર હિચકારો હુમલો થતા તેઓ ગભરાઈ ગયા હતા અને અન્ય કર્મચારીઓએ હુમલો અટકાવવા પ્રયાસ કર્યા હતા.

- Advertisement -

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ હુમલો કરનાર શખ્સ પૂર્વ મહાનગરપાલિકા નાયબ કમિશનરનો પુત્ર આશીષ ત્રિપાઠી હતો. આ ઘટનાના ભોગ બનનાર AMCના કર્મચારી મનીષ શાહે હાલ પોલીસનો સંપર્ક કરી આ મામલાની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલ તેઓ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મદદ માટે પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular