Tuesday, April 21, 2026
HomeGujaratવલસાડઃ પોલીસે ફિલ્મી સ્ટાઈલે કારને આંતરી, તલાસી લેતા 1 કરોડથી વધારે કિંમતના...

વલસાડઃ પોલીસે ફિલ્મી સ્ટાઈલે કારને આંતરી, તલાસી લેતા 1 કરોડથી વધારે કિંમતના દાગીના નીકળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ Valsad News: રાજ્યમાં ધણીવાર બગાસુ ખાતા પતાસુ હાથમાં આવી જતું હોવાના અનેક કિસ્સા પોલીસ ખાતામાં સામે આવતા હોય છે. ત્યારે આવો જ બનાવ વલસાડમાં (Valsad) સામે આવ્યો છે. વલસાડ રૂલર પોલીસની (Valsad Police)ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કારને અટકાવતા કાર ચાલકે કાર રોકવાને ભગાડી મુકતા પોલીસે શંકાને આધારે કારનો પીછો કર્યો હતો. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં કારને આંતરીને કારની તલાસી કારના ચોર ખાનામાંથી મોટી સંખ્યામાંથી ચાંદીના દાગીના (Silver Jewellery) મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત એક કરોડથી પણ વધારે હોવાનું સામે આવ્યું છે.

valsad news
valsad news

પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડ રૂલર પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી નજીક નેશનલ હાઈવે 48 પર મહારાષ્ટ્ર પાસીંગની એક મહિંન્દ્રા કંપનીની વેરીંટો કાર શંકાસ્પદ લાગતા તેને રોકવા માટેનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસને જોઈને કાર ચાલકે કારને ભગાડી મૂકી હતી. પોલીસને જોઈને કાર ચાલક ઊભો ન રહેતા કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા થતાં કારનો પીછો કરીને રામદેવ ઢાબા પાસે કારને આતંરીને તેની તલાસી લેવામાં આવી હતી.

- Advertisement -

પ્રથમ દ્રશ્ટીએ કારમાંથી પોલીસને કંઈ મળ્યું ન હતું પરંતું સીની પાછળના ભાગે તલાસી લેતા એક લોકરવાળું ચોરખાનું નજરે પડ્યું હતું. આ ચોરખાનામાંથી પોલીસને 46 પ્લાસ્ટીકની બેગ મળી આવી હતી. જેમાં ચાંદીના પાયલ હતા. પોલીસે દાગીના અંગેનું બિલ માગતા રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસ હાલ કુલ 173.5 કિલો ચાંદીના જથ્થાને કબ્જે લીધો છે. જેની અંદાજીત કિંમત 1 કરોડથી વધુની છે. કારમાંથી પોલીસે સંતોષ ગણપતિ હેડકે રહે. કોલ્હાપુર મહારાષ્ટ્ર, સતીશ ગણપતિ હેડકે રહે .કોલ્હાપુર મહારાષ્ટ્ર, વિજય રામચન્દ્ર પાટીલ રહે. સાંગલી મહારાષ્ટ્રની અટકાયત કરી છે. જે પૈકી બે વેપારી અને એક ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. આ બંને વેપારી ચાંદીના દાગીના મહારાષ્ટ્રના કોલ્હાપુરથી રાજસ્થાનના ઉદેપુર ખાતે આપવા જતા હોવાનું પુછપરછમાં સામે આવ્યું છે.

TAG: Valsad Police seized silver on National Highway

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular