નવજીવન ન્યૂઝ. ભાવનગર: સમ્રગ દેશનું સૌથી મોટું GST કૌભાંડ કહેવાય તેવા ભાવનગર GST કૌભાંડમાં (Bhavanagar GST Scam) SITએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગરમાં 1102 કરોડની GST ગેરરિતીનો મામલો સામે આવ્યો હતો, જે અંગે નીલમબાગ પોલીસે (Bhavnagar Police)એક આરોપી સામે GST ગેરરિતી મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. GSTમાં કૌભાંડ આચરનારી ટોળકી ગરીબોના આધાર કાર્ડ મેળવી, તેમના મોબાઈલ નંબર બદલી આધારકાર્ડમાં નવો નંબર અપડેટ કરાવી દેતા હતા. બાદમાં GSTની વેબસાઈટ પરથી નવા GST રાજીસ્ટ્રેશન કરાવી બોગસ પેઢી બનાવી સમ્રગ કૌભાંડ ચલાવતા હતા. જે મામલે ભાવનગરમાં જુદી-જુદી જગ્યાએ 4 ફરિયાદ નોંધવામાં આવી હતી. GST કૌભાંડમાં સંડોવાયેલા ઉસ્માન હાલારી (usman halari) નામના વ્યક્તિની આજે SITએ ધરપકડ કરી છે.
ભાવનગર જિલ્લાના અને તેની આસપાસ GSTમાં કરચોરી હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠી હતી. કરચોરી કરતી ટોળકી રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી કરચોરી કરી રહી હતી, જે સમ્રગ મામલે ભાવનગર રેન્જ આઈ. જી. ગૌતમ પરમારના (IPS Gautam Parmar) અધ્યક્ષ સ્થાને SITની રચના કરવામાં આવી હતી. GST કૌભાંડ મામલે 1100 કરોડ રૂપિયાથી વધુના ગોટાળામાં 15 જટેલા આરોપીની ધરપકડ કરી 460 બોગસ પેઢીઓને પકડી પાડવામાં આવી છે. કરચોરીના કેસમાં આરોપી સામે પોલીસે 11,288 પાનાંની પ્રથમ દળદાર ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જેમાં આજે SITની ટીમે વધુ એક આરોપીની ધકપકડ કરી છે. SITની ટીમે આ કારસ્તાનમાં સંડોવાયેલા ઉસ્માન હાલારી નામના વ્યક્તિની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથધરી છે. SIT ટીમ દ્ઘારા આ વ્યકિતની ઉડાંણપૂર્વક તપાસ કરતા GSTમાં ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું. તેની વિરુદ્ઘ નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધયેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ચકચારી GST કૌભાંડમાં કરોડો રૂપિયાની ગેરરિતી થઈ હોવાની વાત સામે આવી છે. પોલીસે તાત્કાલિક ઉંડાણપૂર્વક તપાસ કરતા સમ્રગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ પકડાયેલા આરોપી ઉસ્માન હાલારીની સઘન પૂછપરછ કરી આ કાંડમાં હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.
TAG: Bhavnagar GST Case Update Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








