નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં (Vadodara) એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાની કાર (Groom Car) જાનૈયાઓ પર ફરી વળી હતી. લગ્ન પ્રસંગમાં જાનૈયા વરધોડામાં નાચી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કાળ બનીને આવેલી કારે જાનૈયાઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે, ઉપરાંત 17 જાનૈયા ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાની કારથી જ અકસ્માત (Car Accident) થતાં ખુશીનો માહોલ મામતમાં છવાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના વાધોડિયા (Waghodia)વિસ્તારમાં ગ્રામ પંચાયતના માજી સરપંચ લક્ષ્મીબેન વણકરના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમની ભાણીના લગ્ન હોવાથી જાન આવી હતી. લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે વરધોડો નિકાળવામાં આવ્યો હતો અને વરધોડોમાં તમામ જાનૈયાઓ ડીજેના તાલે જુમી રહ્યા હતા. તે દરમિયાન વરરાજાની કાર પુરપાટ ઝડપે આવીને નાચી રહેલા જાનૈયાઓ પર ફરી વળી. આ બનાવમાં 17 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સાથે જ વરરાજાના માસી ચંપાબેન મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાથમિક જાણકારી મુજબ ડ્રાઈવરે બ્રેકના બદલે એક્સેલેટર દબાવી દેતા કાર બેકાબુ બની હતી. કારે જાનૈયાઓને અડફેટમાં લીધા બાદ સ્ટ્રીટ લાઈટના થાભલે અને દુકાનમાં ભટકાતા થંભી ગઈ હતી.
સમગ્ર અકસ્માત મામલે મૃતક મહિલાના પુત્ર રવિ મકવાણાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, 14 મેના રોજ ધનીયાવી ગામે રહેતા મારા માસીના છોકરાના લગ્નમાં પરિવાર સાથે ગયા હતા. વરરાજાની જાન લઈને વડોદરાના વાધોડિયા વિસ્તારમાં રહેતા ભરતભાઈ પરમારની દીકરી સેજલબેન પરણવા રાત્રે સાડા દસ વાગ્યે પહોંચી હતી. આ દરમિયાન વરધોડામાં જાનૈયાઓ નાચી રહ્યા હતા, ત્યારે વરરાજાની કારના ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા પુર ઝડપે માતા પર ચઢાવી દીધી હતી. આ બનાવમાં સ્થળ પર જ માતાનું મોત નિપજ્યું હતું.
ઈજાગ્રસ્ત થયેલા જાનૈયાઓના નામ
- વિશાલ પરમાર
- યોગેશ પરમાર
- શીતલ ગોહિલ
- અસ્મિતાબેન કૈલાશભાઈ
- કૈલાશબેન હસમુખભાઈ પરમાર
- અર્પિત વસાવા
- અનીશબેન વિજય પરમાર
- ગાયત્રીબેન વણકર
- ચંપાબેન મકવાણા
TAG: Vadodara Groom Car Accident Video, Vadodara Accident CCTV
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








