નવજીવન ન્યૂઝ. નડિયાદ: ગુજરાતમાં દિવસેને દિવસે આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓમાં મોટા ભાગે રસ્તા પર અથવા મુસાફરી સમયે આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થતી હોય છે, પરંતુ આજે નડિયાદમાં (Nadiad) એક ચોંકાવનારી લૂંટની ઘટના (Robbery Incident) સામે આવી છે. જેમાં લૂંટારો આંગડિયા પેઢીમાં (Angadia Firm) આવીને લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ખેડા LCBની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સાંજે 4:30 વાગ્યાના સુમારે નડિયાદના ભાવસારવાડ ખાતે આવેલી વિજયકુમાર વિક્રમ પેઢીમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જ્યાં અજાણ્યા વ્યક્તિએ પહેલા આંગડિયા પેઢી બહાર રેકી કરી હતી અને સાંજના સમયે પેઢીમાં માત્ર એક કર્મચારી હોવાથી પેઢીમાં ધૂસી ગયો હતો અને કર્મચારી કંઈ સમજે તે પહેલા તેના માથા ભાગે હથોડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના કારણે કર્મચારી બેભાન થઈ ઢળી પડ્યો હતો. લૂંટારાએ પેઢીમાંથી રોકડા રૂપિયા, મોબાઈલ અને આગડિયા પેઢીમાં લાગેલા CCTVના DVR સહિત મહત્વની વસ્તુઓ લૂંટીને ફરાર થઈ ગયો હતો. અન્ય કર્મચારી પેઢીમાં આવતા સમ્રગ ઘટનાની જાણ થઈ હતી. તેણે ઈજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો, તેમજ લૂંટની ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરી હતી.
સમ્રગ લૂંટની ઘટનામાં કેટલા લાખ રૂપિયાની લૂંટ થઈ છે તે અંગે નડિયાદ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કોર્ડ PSIને રકમ અંગે પૂછતા તેમણે હજુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796