Friday, March 29, 2024
HomeGujaratAhmedabadબાહુબલી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂંટણીમાં કર્યો સૌથી ઓછો ખર્ચ, ADR દ્વારા જાહેર...

બાહુબલી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂંટણીમાં કર્યો સૌથી ઓછો ખર્ચ, ADR દ્વારા જાહેર કરાયો રિપોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ગત વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. સામાન્ય રીતે ચૂંટણી પૂર્ણ થાય અને તેના પારિણામોની જાહેરાત થઈ જાય બાદમાં એક મહિનાની અંદર દરેક ઉમેદવારે ચૂંટણીમાં કરેલા ખર્ચની જાહેરાત જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરવાની હોય છે. દરેક ઉમેદવાર ચૂંટણી દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, હવે આ ખર્ચની રજૂઆત કર્યા બાદ આજે ADR (Association for Democratic Reforms) દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. ADRના રિપોર્ટ અનુસાર 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 પૈકી 23 ધારાસભ્યોએ 50% થી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે. જ્યારે ગુજરાતનાં દરેક ધારાસભ્યની વાત કરીએ તો ધારાસભ્યો દ્વારા સરેરાશ 27.10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે ભાજપના ધારાસભ્યોએ દ્વારા સરેરાશ 27.94 લાખ, કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા સરેરાશ 24.92 લાખ, AAPના ધારાસભ્યો દ્વારા સરેરાશ 15.63, SPના ધારાસભ્ય દ્વારા 6.87 લાખ જ્યારે અપક્ષ ઉમેદવારો દ્વારા સરેરાશ 21.59 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આશ્ચર્યની બાબત એ છે કે, બાહુબલી ધારાસભ્ય ગણાતા કાંધલ જાડેજાએ (MLA kandhal jadeja) ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી (Gujarat Assembly election 2022) દરમિયાન માત્ર 6.87 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ રજૂ કરાયેલો જવાબ કેટલો સાચો હોય તે પણ આપણે વિચારવું જોઈએ. કાંધલ જાડેજા ઉપરાંત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ ચૂંટણી દરમિયાન માત્ર 9 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્ય જયરામ ગામિતે આ ચૂંટણી દરમિયાન સૌથી વધારે 38 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને બીજા નંબરે લક્ષ્મણ ઠાકોરે ચૂંટણીની દરમિયાન 37 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

અત્રે ઉલ્લેકનીય છે કે, ચૂંટણી દરમિયાન રેલી, પ્રચાર-પ્રસાર, સભાઓ વગેરેમાં જે ખર્ચ થાય છે તે જોતા ઘણો વધારે લાગે છે, જ્યારે ધારાસભ્યો દ્વારા દર્શાવવામાં આવતો ખર્ચ તેની સરખામણીએ ઘણો ઓછો લાગે છે. પરંતુ આ સાચો આંકડો મેળવવો આપણાં માટે લગભગ અશક્ય છે, કારણ કે જે ખર્ચ પક્ષ દ્વારા કરવામાં આવે છે તેની વિગતો ચૂંટણી પંચને આપવાની હોતી નથી. જેથી હવે કેટલો ખર્ચ ઉમેદવારના ખાનગી ખર્ચમાં ગયો અને કેટલો ખર્ચ પક્ષ દ્વારા જનરલ ખર્ચ કરવામાં આવ્યો તે કોઈ જાણી શકે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular