Five dismissed PSI appointed in Gujarat Police : ફેબ્રુઆરી-2024માં ખોટી રીતે રજા મેળવવાના મામલામાં 5 તાલીમાર્થી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીના વડા અભય ચુડાસમા (Abhay Chudasama) એ ડીસમીસ કર્યા હતા. કરાઈ પોલીસ એકેડમી (Gujarat Police Academy Karai) ના તત્કાલિન વડાના હુકમની સામે પાંચેય પીએસઆઈએ રાજ્ય પોલીસ વડા સમક્ષ અપીલ કરતા લગભગ અઢી વર્ષના વિલંબ બાદ તેમને પરત લેવાયા હતા. ત્રણેક મહિનાની તાલીમ પૂર્ણ થતાં પાંચેય પીએસઆઈને જુદાજુદા શહેર-જિલ્લામાં નિમણૂક આપવામાં આવતા ગુજરાત પોલીસનો હિસ્સો બની ગયા છે.
વિકાસ સહાયે રાહત આપી પણ…
વર્ષ 2022-23ની બેચના પીએસઆઈઓની તાલીમ ગાંધીનગર કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી (Gandhinagar Karai Police Training Academy) માં ચાલી રહી હતી ત્યારે કેટલાંક તાલીમાર્થી સામે કાર્યવાહી શરૂ કરવાનો રિપોર્ટ થયો હતો. ખોટી રીતે રજા મેળવવા તેમજ શિસ્તભંગના નામે પાંચ જેટલાં પીએસઆઈ સામે કરાઈ પોલીસ એકેડમીના તત્કાલિન વડા અભય ચુડાસમાએ કાર્યવાહી કરી હતી. પાંચ તાલીમાર્થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીનો કોરડો વિંઝી તમામને ફેબ્રુઆરી-2024માં ડીસમીસ કરી દીધા હતા. ડીસમીસ કરાયેલા તમામ પીએસઆઈએ તત્કાલિન રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) પાસે અપીલ કરતા તેમણે તમામને રાહત આપતો હુકમ કર્યો હતો. આમ છતાં એકપણ પીએસઆઈ ટ્રેનિંગ સેન્ટર પર જઈ શકતા ન હતા.
ઇન્ચાર્જ DGP એ સસ્પેન્શન રદ કર્યું
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો હુકમ થવા છતાં કરાઈ પોલીસ એકેડમીના ઉચ્ચ અધિકારીએ એક પણ પીએસઆઈને હાજર થવા દીધા ન હતા. મહિનાઓ બાદ અભય ચુડાસમા ઓક્ટોબર-2025ના અંતમાં કરાઈ પોલીસ એકેડમી ખાતેથી નિવૃત્ત થયા હતા. જેના આઠેક મહિના બાદ ઇન્ચાર્જ ડીજીપી કે.એલ.એન. રાવે (K. Laxmi Narayan Rao) પાંચેય પીએસઆઈના સસ્પેન્શનનો હુકમ રદ કરી દેતા તેમની ત્રણેક મહિનાની બાકી ટ્રેનિંગ શરૂ થઈ હતી.
ટ્રેનિંગ પૂર્ણ થતાં પોસ્ટિંગ અપાયા
પોલીસ ટ્રેનિંગ પૂર્ણ થતાં પાંચેય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હવે Gujarat Police નો હિસ્સો બની ગયા છે. પીએસઆઈ દેવલબહેન વી. દેવમુરારીને જામનગર (Jamnagar), હરેશદાન એ. ટાપરિયાને વાવ-થરાદ (Vav Tharad), કમલેશ ટી. સુથારને અમદાવાદ શહેર (Ahmedabad City), માદેવ એ. પટેલ સુરત શહેર (Surat City) અને મુન્નાભાઈ એચ આલને વડોદરા શહેર (Vadodara City) ખાતે નિમણૂંક અપાઈ છે. 6 પીએસઆઈના હુકમમાં રાંભીબહેન વી. મુસાર નામના પીએસઆઈને રાજકોટ શહેરમાં મુક્યા છે. આર.વી. મુસારને અકસ્માત નડ્યો હોવાથી તેમની તાલીમ મોડી પૂર્ણ થઈ હતી.








