નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) નજીવી બાબતે હત્યાની ઘટના બનતા સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરના બાપુનગર (Bapunagar) રહેતા શખ્સે તેના વિસ્તારમાં રહેતા એક સગીરને વસ્તુ લઈ આવવા માટે બોલાવ્યો હતો. જોકે સગીરે વસ્તુ લાવવાની ના પાડતા આરોપી શખ્સે ઉશ્કેરાઈને છોકરાને લાફો તેમજ ગડદાપાટુની માર મારી હતી. ઘટનાને પગલે સગીરના પિતા અને આરોપી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોતાજોતમાં મામલો ઉગ્ર બનતા આવેશમાં આવેલા સગીરના પિતાએ આરોપીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે અંગે બાપુનગર પોલીસે (Bapunagar Police) આરોપી સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગરના મણીલાલ મથુરા દાસની ચાલીમાં રહેતા સાહેદ ઉર્ફે ટીટોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં પોતના ઘર આગળ બેઠો હતો. તે દરમિયાન તેના જ વિસ્તારનો એક સગીર પસાર થઈ રહ્યો હતો. જે સગીરને સાહેદ ઉર્ફે ટીટોડીએ કોઈ વસ્તુ લાવવા જણાવ્યું હતું. પરંતુ સગીરે વસ્તુ લાવી આપવાની સ્પષ્ટ ના પાડી દેતા સાહેદ ઉશ્કેરાયો હતો. અને છોકરાને લાફો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. જો કે સગીરે બુમાબૂમ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સગીરના પિતા સમ્રગ ઘટનાની જાણ થતા પિતા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સગીરને સામાન્ય ઈજા હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે મામલે સગીરના પિતા અહેમદ જામલ ગફ્ફારે શખ્સ સાહેદ ઉર્ફે ટીટોડી સામે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ તે જ દિવસે રાત્રિના સમયે સગીરના પિતા અહેમદ જામલ ગફ્ફારે સાહેદ ઉર્ફે ટીટોડી પાસે જઈ” મારા છોકરાને કેમ માર્યું” તેમ કહી ગાળગાળી કરી હતી અને બંને વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. દરમિયા અહેમદ જામલ ગફ્ફારે આવેશમાં આવી પોતાના પાસે રહેલી છરી સાહેદના પેટના ભાગે ઝીંકી દીધી હતી. પેટના ભાગે છરીનો ઘા વાગતા અહેમદ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. હત્યાના ઘટનાને પગલે બાપુનગર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796