Sunday, August 30, 2026
HomeGujaratAhmedabadશરીર સંબંધી ગુના અટકાવવા અમદાવાદ પોલીસનો નવો પ્રયોગ, હથિયારો સામેથી જમા કરાવો...

શરીર સંબંધી ગુના અટકાવવા અમદાવાદ પોલીસનો નવો પ્રયોગ, હથિયારો સામેથી જમા કરાવો નહીંતર કોમ્બીંગ કરીશું, 263 ઘાતક હથિયારો જમા થયા

- Advertisement -

Criminals surrendered deadly weapons to Ahmedabad Police : થોડા દિવસો અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે (Anupam Singh Gahlaut) હથિયાર સંબંધી એક જાહેરનામું જારી કર્યું હતું. જેની પાછળનો ઉદ્દેશ્ય અમદાવાદના કેટલાંક ચોક્કસ પોલીસ સ્ટેશનની હદમાં બનતા શરીર સંબંધી ગુનાઓને અટકાવવાનો છે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ પૂર્વ-દક્ષિણ અમદાવાદ (સેક્ટર-2)માં આવતા 22 પોલીસ સ્ટેશનમાં આવતા ચોક્કસ વિસ્તારોમાં રહેતા શખસોને સુધરી જવા ખુલ્લેઆમ સંદેશ અપાયો છે. જેના પગલે 263 ઘાતક હથિયારો તલવાર, છરા, ગુપ્તી અને ચપ્પા જેવા હથિયારો પોલીસ પાસે આવી ગયા છે. જોકે, હથિયારો જમા કરાવનારા શખસો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવાની ખાતરીની સાથે સહકાર નહીં આપનારા શખસોને અમદાવાદ પોલીસે ચેતવણી (Ahmedabad Police warns criminals) પણ આપી છે.

અમદાવાદ શહેરના કેટલાંક પોલીસ સ્ટેશનમાં બનતી ઘટનાઓ અને ગુનાઓને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ પોલીસ કમિશનરે હથિયાર સંબંધી જાહેરનામું જારી કર્યું હતું. આ જાહેરનામા બાદ પોલીસ કોમ્બીંગ કરી હથિયારો તેમજ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. શહેરના ચોક્કસ વિસ્તારોમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓને ધ્યાને રાખી અમદાવાદ પોલીસે એક પ્રયોગ કર્યો છે. પોલીસ સ્ટેશનની હદમાં ચોક્કસ વિસ્તારોમાં જઈને પોલીસ લાઉડ સ્પીકર જાહેરાત કરે છે કે, ‘જે કોઈની પાસે ઘાતક હથિયાર પડ્યા હોય તે જમા કરાવી દેશો તો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને જો કોમ્બીંગમાં પકડશો તો ખેર નથી.’ કેટલાંક વિસ્તારોમાં કરાયેલી જાહેરાતના પગલે ગણતરીના કલાકોમાં જ 263 હથિયારો પોલીસ પાસે આવી ગયા હોવાનું સેક્ટર-2 અધિક પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે (Jaipal Singh Rathore) જણાવ્યું છે. અમદાવાદ પોલીસને આશા છે કે, આગામી દિવસોમાં હજુ વધુ હથિયારો તેમની પાસે જમા થશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular