નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેટલાક વાહનચાલકોની બેદરકારીના કારણે અન્ય નિર્દોષ વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે ભરૂચના હાંસોટના રાયપુર ગામ પાસે કન્ટેનર સાઈડ લાઈટ બતાવ્યા વગર વળાંક લેતા પાછળથી પુરઝડપે આવી રહેલી કાર ટ્રકમાં ઘુસી ગઈ હતી. કારમાં સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્લીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા, તેમજ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના અરસામાં હાંસોટના વાલનેર પટિયા પાસેથી કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રકચાલકે સાઈડ લાઈટ બતાવ્યા વગર અચાનક જ વળાંક લઈ લેતા પાછળ ઝડપી આવી રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઘડાકાભેર કન્ટેનર સાથે અથડાઈ હતી. જેમાં કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. કારના ડ્રાઈવર સહિત અન્ય એકનું ઘટનાસ્થળે કરૂણ મૃત્યું નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમ્રગ ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ બલોટા ગામના બે યુવકો લગ્ન પ્રસંગે રાત્રિ અરસામાં પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન ટ્રકચાલકની બેદરીકારીના કારણે યુવકો મોતેન ભેટ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








