નવજીવન ન્યૂઝ. આણંદ: આણંદના (Anand) જિલ્લાના ઉમેરઠમાં (Umreth) ગતરોજ સોમવારે રાત્રિના સમયે સગીરા સાથે છેડતી (Molestation Case) થઇ હતી. જો કે આ મમલે આરોપી સામે કોઈ કાર્યવાહી ન થતા સગીરાનો સમાજ રોષે ભરાયો છે અને સમ્રગ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સામે યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને (Anand SP) આવેદન પત્ર પાઠવી આ મામલે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે, જિલ્લાનું વાતવરણ ન બગડે તે માટે પોલીસે સગીરાના સમુદાયના લોકોને આશ્વાસન આપી કાર્યવાહી માટે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ગતરોજ સોમવારે રાત્રિના સમયે સગીરાઓ પસાર થઈ રહી હતી, તે દરમિયાન એક યુવકે સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી. જે સમ્રગ ઘટના સગીરાએ પોતાના પરિજનોને જણાવતા પરિવારજનોએ ઉમેરઠ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હતી. આ મામલે પોલીસ તરફથી આરોપીને પકડવામાં ન આવતા સગીરાનો સમુદાય આકરાપાણીએ જોવા મળ્યો હતો. ઉમરેઠમાં આરોપી સામે કાર્યવાહી ન થતા સગીરાના સમુદાયે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવા રેલી કાઢી હતી અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવ્યું હતુ. તેમજ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા .વિવાદ સર્જાતા જિલ્લા પોલીસ વડાએ PSI પાસેથી તપાસ આંચકી CPI ( સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર )ને સોંપી છે. તેમજ DySP અને પ્રાંત અધિકારીએ સગીરાના સમુદાય સાથે બેઠક કરી કાર્યવાહી કરવા હૈયાધારણ આપી છે.
આ મામલે ફરિયાદીના વકીલ કેતન પટેલે આ કેસની તપાસ કરી રહેલા PSI અધિકારીની કામગીરી સામે આક્ષેપ કરતા બિન આવડતી અને બેદરકાર ગણાવ્યા હતા અને સગીરાનો સમુદાય કોઈ ફરિયાદ કરવા જાય, ત્યારે અન્ય સમાજના લોકોને બોલાવી ક્રોસ ફરિયાદ કરતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક પોલીસની કામગીરી સામે નારાજગી વ્યકત કરી હતી. તેમજ PSI દ્વારા સામે પક્ષે લેવાયેલી ખોટી ફરિયાદને રદ કરવા માગણી સાથે સગીરાના સમુદાયના લોકોએ વિરોધ સ્વરૂપે રેલી કાઢી હતી.
TAG: Umreth Molestation Case, Umreth Crime News, Anand Police
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








