Thursday, June 4, 2026
HomeGujaratજર, જમીન ને જોરું કજિયાનાં છોરું, અમરેલીના ખાંભામાં ભાઈએ કુહાડીના ઘા ઝીંકી...

જર, જમીન ને જોરું કજિયાનાં છોરું, અમરેલીના ખાંભામાં ભાઈએ કુહાડીના ઘા ઝીંકી ભાઈને પતાવી દીધો

- Advertisement -

Khambha Amreli Murder : અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા ગામે સગા ભાઈએ ભાઈની હત્યા (Brother killed brother Amreli) કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમીન મામલે ચાલતો વિવાદ એટલી હદે વકર્યો કે, સગાભાઈને કુહાડીના ઘા ઝીંકી ભાઈએ હત્યા કરી નાંખી છે. આ મામલે ખાંભા પોલીસે 6 શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

ખાંભા તાલુકાના કંટાળા ગામે રહેતા રાઘવ સોંદરવા અને તેમના મોટા ભાઈની વચ્ચે માતાની જીવાઈની જમીન બાબતે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વકરતા મામલો બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ મામલે ફરી તકરાર થતાં મોટા ભાઈએ અન્ય શખસો સાથે મળીને રાઘવ સોંદરવા પર કુહાડી અને લાકડીઓ વડે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ખાંભા પોલીસ સ્ટેશન (Khambha Police Station) નો સ્ટાફ તુરંત સ્થળ પર દોડી આવ્ચો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હૉસ્પિટલમાં મોકલી હત્યાનો ગુનો નોંધ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular