Census begins in Gujarat : ગુજરાત સહિત દેશભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત (First phase of the census will begin in Gujarat) થઈ ગઈ છે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના છે. આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવનારી છે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ વખતે નાગરિકોને ભૌતિક સુવિધાઓના વપરાશ અંગેની માહિતી પણ આપવી પડશે. તમે કયુ ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટર વાપરો છો?, તમે કયુ ધાન વધારે ખાવ છો? વસ્તી ગણતરીના અભિયાનમાં એક લાખથી વધુ કર્મચારીઓ (One lakh personnel involved in the census campaign) જોડાયા છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઈઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી છે.
રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા (Sujal J Mayatra Census Director Gujarat) એ વસ્તી ગણતરી અભિયાનમાં સક્રિય સહભાગી થઈ સત્ય માહિતી આપવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. જો કોઈ નાગરિક ખોટી વિગત આપે અથવા ના પાડે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ નાગરિકોને આવકની માહિતી, દસ્તાવેજો તેમજ બેંકની વિગતો ન આપવા જણાવાયું છે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન 2026 સુધી ચાલશે. આ એક મહિના દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરેઘરે જઈને ‘ઘર-યાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જેમાં રહેઠાણની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને અન્ય ભૌતિક અસ્કયામતોને લગતા કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરાશે. બીજો તબક્કો 9થી 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે અને ઇતિહાસમાં પ્રથમ વખત સત્તાવાર રીતે જાતિ ગણતરીની કામગીરી થશે.








