Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હત્યા કરીને ઝારખંડ ભાગી જવાની ફિરાકમાં હતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદમાં હત્યા કરીને ઝારખંડ ભાગી જવાની ફિરાકમાં હતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) બોડકદેવમાં બે શ્રમિકો વચ્ચે વાસણની બાબતે થયેલા ઝઘડામાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. ઘરવખરીના વાસણાને લઈ બંને શ્રમિકો વચ્ચે ઝઘડો થયો હતો અને વાત ઉગ્ર બનતા એક શ્રમિકે આવેશમાં આવી બીજા શ્રમિક પર માથાના ભાગે લોખંડનો સળિયો મારી હત્યા નિપજાવી હતી, ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. અન્ય સાથીદારોએ સમ્રગ મામલે બોડકદેવ પોલીસને (Ahmedabad Police) જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યારા યુવકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ત્રણ જેટલા ટીમ બનાવી બાતમીના અધારે આરોપીને કર્ણાવતી કન્ટ્રકશન સાઇટ ગાંધીનગરથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વતન ઝારખંડ ભાગવાની ફિરાકમાં હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલા વિવાન ડ્રીમ સાઈટની બાજુમાં આવેલી પતરાવાળી ઓરડીમાં રહેતા ઝારખંડ શ્રમિકો કામ અર્થે અમદાવાદ આવ્યા હતા. 5 જૂનના રોજ ઘરવખરીના વાસણને લઈ આરોપી નિર્મલ મરકુસ અને અનુપ નામના યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઝઘડાની ખાર રાખી આરોપી નિર્મલે રાત્રિના અરસામાં અનુપ ઉંઘી રહ્યો હતો, તે દરમિયાન લોખંડનો સળિયો અનુપના માથના ભાગે માર્યો હતો. જેના કારણે ગંભીર ઇજા પહોંચતા અનુપનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી નિર્મલ ફરાર થઈ ગયો હતો. જોકે અન્ય સાથીદારો રૂમમાં આવતા લોહીલુહાણ હાલતમાં અનુપનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી અન્ય સાથીદારોએ બોડકદેવ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આરોપીની શોધખોળ હાથધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, તેના જ રૂમમાં રહેતા આરોપી નિર્મલ મરકુસે અંગત અદાવતમાં હત્યા કરી હતી.

- Advertisement -

હત્યારા આરોપીને પકડવા પોલીસની ત્રણ અલગ-અલગ ટીમ કામે લાગી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બોડકદેવમાં હત્યા નિપજાવનાર વ્યક્તિ કર્ણાવતી કન્ટ્રકશન સાઈટ ગાંધીનગર ખાતે આવ્યો છે. જે બાતમીના અધારે બોડકદેવ પોલીસે દરોડો પાડી આરોપી ભાગવામાં સફળ થાય તે પહેલા જ ઝડપી પાડ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular