Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ઑપરેશન ડેલ્ટા હાથ ધરાયું, અમદાવાદમાંથી ફરી 166 ઘૂસણખોર...

ગુજરાતમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ઑપરેશન ડેલ્ટા હાથ ધરાયું, અમદાવાદમાંથી ફરી 166 ઘૂસણખોર મળી આવ્યા

- Advertisement -

Bangladeshi infiltrator arrested from Ahmedabad : તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાંગ્લાદેશી ઘૂસણખોરોને છેલ્લી તક આપવા સાથે ચેતવણી (Amit Shah’s last warning to infiltrators to leave India) આપતા કહ્યું હતું કે, સ્વેચ્છાએ જતાં રહેશે, તો કોઈ કાર્યવાહી નહીં થાય. આ ચેતવણી બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi Dy CM) એ રાજ્ય પોલીસને ઑપરેશન ડેલ્ટા (Operation Delta) પાર પાડવાનો આદેશ આપતા અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અનેક બાંગ્લાદેશીઓને શોધી કઢાયા છે. અમદાવાદમાંથી 166 ઘૂસણખોરોને ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની ટીમે શોધી કાઢ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘૂસણખોરોને પકડવા Operation Delta હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે (Gyanender Singh Malik) પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, 300 શકમંદને પોલીસે શોધી કાઢ્યા છે. જે પૈકી 166 બાંગ્લાદેશી ઘૂસણખોરોને વટવા, નારોલ, ઈસનપુર, નરોડા, સરખેજ સહિતના વિસ્તારોમાં શોધી કઢાયા છે. 41 પુરૂષ, 95 મહિલા અને 30 બાળકોને રાઉન્ડ અપ કરી ક્રાઈમ બ્રાંચ ખાતે લવાયા છે. મહિલાઓ સ્પા તેમજ દેહવિક્રયના ધંધા સાથે જોડાયેલા છે. જ્યારે પુરૂષો ટેલરિંગ અને મજૂરી કામ કરતા હતા. થોડા મહિના અગાઉ ચંડોળા તળાવ (Chandola Lake) માં ઐતિહાસિક ડિમોલેશન બાદ સેંકડો બાંગ્લાદેશી પકડાયા હતા. આ સમયે શહેરમાં રહેતા બાંગ્લાદેશીઓ ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular