Friday, May 29, 2026
HomeGujaratGandhinagarSabar Dairy : દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયા વધાર્યા

Sabar Dairy : દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયા વધાર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : સાબર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયા વધુ આપવાનો નિર્ણય (Sabar Dairy increases milk purchase price) લેતા સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ છે. હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, જે સામાન્ય રીતે Sabar Dairy તરીકે જાણીતી છે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને આર્થિક પ્રોત્સાહન આપવાના હેતુથી દૂધના ખરીદ ભાવમાં (Milk Purchase Price) વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

અગાઉ પશુપાલકોને દૂધની ખરીદી સામે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ ચૂકવવામાં આવતો હતો. હવે આ 15 ના વધારા સાથે પશુપાલકોને 865 રૂપિયા પ્રતિ કિલો ફેટના ભાવે ચૂકવાશે. આ વધારો આગામી 1 જૂન, 2026 થી અમલમાં આવશે.

- Advertisement -

બે સપ્તાહ અગાઉ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત (Sumul Dairy will give bonus to cattle farmers) કરી હતી. સુમુલ ડેરીના વહીવટકર્તાઓનો દાવો છે કે, આ ભાવ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ (Sumul Dairy claims to offer highest price for milk) છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular