Ahmedabad Police busts fake call center : અમેરિકન નાગરિકોના ડેટા આધારે તેમને લૉન આપવાના બહાને છેતરપિંડી આચરતા શખસની અમદાવાદની દાણીલીમડા પોલીસે ધરપકડ (Fraudster caught defrauding US citizens) કરી છે. લૉન એપ્રુવ કરાવવાના નામે પ્રોસેસિંગ ફી અને સિક્યુરિટી ડીપોઝિટના નામે ડૉલર પડાવતા યુવક પાસેથી લેપટોપ અને બે મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ ચિન્મય ટી. દેસાઈ (PI Chinmay T Desai) ની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં શ્રીદેવીપાર્ક સોસાયટીમાં સાહિલ મિર્ઝા નામનો યુવક ઘરે બેસી વિદેશી નાગરિકોને લૉનની લાલચ આપી છેતરપિંડી કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરી સાહિલ મુસ્તાકઅલી મિર્ઝાને પકડી લઈ તેના લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પકડાયેલો આરોપી અમેરિકન નાગરિકોના ડેટાની મદદથી તેમનો ગુગલ વૉઈસ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી સંવેદનશીલ માહિતી મેળવી લેતો હતો. ત્યારબાદ ક્રેડિય સ્કૉર ઓછો હોવાનું કહી જુદીજુદી ફીના નામે 100 થી 500 ડૉલર પડાવતો હતો.








