Thursday, June 4, 2026
HomeGujaratપેટલાદના કણીયામાં ચૂંટણીનો બહિષ્કાર, રસ્તો નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર: આણંદ

પેટલાદના કણીયામાં ચૂંટણીનો બહિષ્કાર, રસ્તો નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર: આણંદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદ: પેટલાદ તાલુકાના કણીયાના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. ગામમાં પ્રવેશવાના સ્થળોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ઉપરાંત ગરનાળુ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચારો ગ્રામજનોએ ઉચ્ચાર્યા હતા. વર્ષો જૂના આ પડતર પ્રશ્ન સંદર્ભે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

પેટલાદ તાલુકાની સોજીત્રા વિધાનસભાનું કણીયા ગામ ધર્મજ ચોકડી નજીક સ્થીત છે. આશરે બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે દેવીપૂજક, ઠાકોર, પટેલ વગેરે જ્ઞાતીના લોકો વસવાટ કરે છે. કણીયાના ગ્રામજનો ખેતી અને પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. વાસદ – બગોદરા હાઈ-વે ઉપર આવેલ આ ગામ પાસેથી સિક્સ લેન પસાર થાય છે. જેનું નવીનીકરણ વર્ષો પહેલા શરૂ થયું હતું. જે વખતે ગ્રામજનોએ હાઈ-વેથી ગામમા પ્રવેશવા માટે અન્ડરપાસનો બોક્સ રોડ બનાવવા માંગણી કરી હતી. જેના સંદર્ભે ગ્રામજનોએ અનેક વખત લાગતા વળગતા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત મુખ્યમંત્રી સુધી કરી હતી. છતાં ગ્રામજનોની માંગણી આજદીન સુધી પડતર છે.

- Advertisement -

જેના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આજરોજ કણીયા પંચાયત પાસે ગ્રામજનોએ ભેગા થઈ ચૂંટણીનો બહિસ્ષ્કાર કરવા તથા ગરનાળુ નહીં તો વોર્ટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા. પંચાયતના સરપંચ, ડે.સરપંચ, ડેરીના સભ્યો, પશુ પાલકો, ખેડૂતો વગેરેએ જણાવ્યું હતુ કે, આ ગામ હાઈ- વેની બન્ને બાજુ ફેલાયેલુ છે. ખેતીની જમીનો અને પશુ પાલકો હાઈ-વેની બીજી બાજુ વાડિયા વિસ્તારમાં પણ રહે છે. જેઓને ગામમાં દૂધ ભરવા, ખરીદી કરવા, વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા વગેરે માટે બે થી ત્રણ કી.મી દંતેલી અથવા વડદલા તરફ જઈને પરત આવવું પડે છે. જેને કારણે ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા છે. ગામના વાડિયા વિસ્તાર તરફ જો કોઈનું અવસાન થાય તો તેઓને  અંતિમ વિધી માટે ગામના સ્મશાનમાં હાઈ-વે ઓળંગી આવવાનું હોવાથી પણ ભારે તફલીફ સહન કરવી પડે છે.

આવા અનેક પ્રશ્નો સાથે ગ્રામજનો ઉપર આર્થિક ભારણ પણ વધુ પડતુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ. કારણ કે ખેતી કે અન્ય કામ માટે અવર-જવર કરવા બન્ને બાજુ બે – બે કિમીનું અંતર વધુ થતુ હોય છે. આ અંગે રાજકીય નેતાઓ અને સરકારી તંત્રમા પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આ પ્રશ્નનુ નિરાકરણ નહીં આવવને કારણે આ વખતે વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના હોવાનું ગ્રામજનોએ ઉચ્ચાર્યું હતું. જેને લઈ સોજીત્રા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં બન્ને પક્ષે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવા મળે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular