નવજીવન ન્યુઝ. અમદાવાદ: ડિજિટલ યુગમાં ગુનાખોરી પણ ડિજિટલ થઈ રહી છે અને ચીટર ગેંગ ઓનલાઈન ઠગાઈ માટે અવનવા કિમિયા અજમાવતા થયા છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કારસ્તાનો પર્દાફાશ કરી રાજ્ય બહારથી આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સોમનાથ મંદિરના અતિથિ ગૃહના નામે બોગસ વેબસાઈટ ચલાવી ઓનલાઈન બુકિંગ કરતા લોકોને ઠગાઈનો શિકાર બનાવતા હતા. આ ઠગો લોકોના પાસેથી રૂપિયા 25 લાખ જેટલી રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં વિખ્યાત સોમનાથ તિર્થ (Somnath Temple) સ્થળ પર વર્ષે દહાળે લાખો ભક્તો અને પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આ તકનો લાભ લેવા માટે એક ઠગ ટોળકીએ ગજબનું ભેજું લગાવી રૂપિયા 24 લાખ 96 હજાર કરતા વધારેની રકમ ઓળવી ગયા હતા. જેમાં ભેજાબાજ ઠગો દ્વારા એક બોગસ વેબસાઈટ બનાવી હતી જેમાં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના અતિથિ ગૃહના નામે બુકિંગ (Online Booking) મેળવતા હતા. જ્યારે લોકો ગુગલ પર સર્ચ (Google Search) કરી અતિથિ ગૃહ બુક કરે ત્યારે આ બોગસ વેબસાઈટ સામે આવતી અને તેમાં તેઓ અજાણે બુકિંગ કરી પૈસા ચૂકવતા હતા. પરંતુ જ્યારે પ્રવાસી અતિથિ ગૃહ પર પહોંચે ત્યારે તેમને ખ્યાલ પડતો કે તેઓ સાથે છેતરપિંડી થઈ છે.
આવા અનેક મામલા સામે આવવા લાગતા સોમનાથ મંદિર ટ્ર્સ્ટે પોલીસને જાણ કરી હતી અને બાદમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. જે મામલે અગાઉ ગીર સોમનાથ પોલીસે એક આરોપીને રાજસ્થાનના મેવાત ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને અન્ય આરોપીની શોધખોળ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ પણ કામે લાગ્યું હતું. જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા સાંપડી છે અને 2 આરોપી વિનય કુમાર અને અમર કુમારને દિલ્હીથી શોધી ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિનય કુમાર અને અમર કુમાર સબંધમાં સગાભાઈ છે અને દિલ્હીના માંગોલ પુરમાં રહે છે. જ્યારે આરોપી વિનય કુમાર બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે અને, અમર કુમાર સહજાનંદ કોલેજમાં બી.એસ.સી.નો અભ્યાસ કરી રહ્યો છે. આ આરોપીઓએ વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામનઈત ઓફિસ ખોલી વેબસાઈટ ડેવલોપમેન્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. અને ત્યાથી સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહના નામની ફેક વેબસાઈટ ચલાવી છેતરપિંડીનો ગુનો આચર્યો હતો.
આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી જે.એમ. યાદવ અને સાબર સેલના પી.આઈ. પી.વી. રાણા, પી.એસ.આઈ. ટી.એન. મોરડીયા સહિતની ટીમે સઘન તપાસ ચલાવી આરોપીઓ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() |