નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય સરકારી ડોક્યુમેન્ટ્સમાં નામ, અટક કે સરનામામાં ભૂલ (Name Mistake)આવવી જાણે સામાન્ય બાબત ગણાય છે. આવી જ એક ઘટના સામે આવી છે પશ્ચિમ બંગાળમાં સામે આવી છે. પરંતુ આ ઘટના સામાન્ય નહીં રહેતા અસામાન્ય અને વાયરલ (Viral Video) બની ગઈ છે. કારણ કે, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને તેમાં રજૂઆત કરતો વ્યક્તિ એકદમ નવા જ પ્રકારે રજૂઆત કરી રહ્યો છે.
Dutta ના બદલે Kutta લખાયું અને ભાઈ બગડ્યાંં !
ઘટના એવી છે કે, પશ્ચિમ બંગાળના બાંકુરામાં 40 વર્ષીય શ્રીકાંત દત્તા નામના વ્યક્તિને રેશનકાર્ડમાં પોતાના નામમાં ભૂલ જોવા મળી. આ ભૂલ એવી ગંભીર જણાય કે તેણે અધિકારી સમક્ષ રજૂઆત પણ ગજબની રીતે કરવાનું નક્કી કર્યું. રજૂઆત કરવા ગયેલા શ્રીકાંત દત્તાએ શ્વાન (Dogs)ની જેમ ભસી-ભસીને રજૂઆત કરી હતી. કારણ કે, તેને રેશન કાર્ડમાં શ્રીકાંત દત્તાને બદલે ‘શ્રીકાંત કુત્તા’ (Dutta-Kutta Mistake) લખી નાખવામાં આવ્યું હતું.
જૂઓ Viral Video
પોતાની સરનેમમાં ગંભીર છબરડાની રજૂઆત કરવા માટે શ્રીકાંત દત્તા અધિકારીને જાહેર માર્ગ પર વાહનમાં જતા હોય ત્યાં જ રોકી લે છે. બાદમાં તે અધિકારીને પોતાના છબરડા ભરેલા રેશન કાર્ડ બતાવી શ્વાનની માફક ભસતા-ભસતા રજૂઆત કરે છે. આ ઘટનાનો વિડીયો કેમેરામાં કંડારાતા સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે લોકો જાત-જાતની રમૂજ કરી રહ્યાં છે અને સાથે જ સરકારી તંત્રને ગંભીર ભૂલ બદલ બરાબરો પાઠ ભણાવ્યો તેવી ચર્ચાઓ કરી રહ્યાં છે.
આ ઘટનામાં જોઈ શકાય છે કે, જ્યારે શ્રીકાંતે શ્વાનની જેમ ભસી રજૂઆત શરૂ કરી પોતાના ડોક્યુમેન્ટ બતાવ્યા ત્યારે અધિકારી કારમાં બેસી રવાના થવા લાગ્યા હતા. પરંતુ શ્રીકાંત પણ જાણે અધિકારીને પાઠ ભણાવવાનું નક્કી કરી આવ્યા હોય તેમ કારમાં બેઠેલા અધિકારીને છોડતા નથી.