Tuesday, July 28, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ મકાન ધરાશાયી થતાં ઈજાગ્રસ્તો પાસેથી SVP હોસ્પિટલે પૈસા માગતા કોંગ્રેસે કર્યું...

અમદાવાદઃ મકાન ધરાશાયી થતાં ઈજાગ્રસ્તો પાસેથી SVP હોસ્પિટલે પૈસા માગતા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વરસાદી માહોલની વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) એક ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. શહેરના મીઠાખળી વિસ્તાર આવેલી ત્રણ માળની એક ઈમારત આજે વહેલી સવારે ધરાશાયી (Mithakhali (Building Collapse) થઈ હતી. જર્જરિત ઈમારત ધરાશાયી થતાં સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. આ બનાવમાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઈજાગ્રસ્તોને SVP હોસ્પટિલમાં (SVP Hospital) લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પાસેથી પૈસા માગવામાં આવ્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર બનાવને લઈને કોંગ્રેસે (Congress) હોસ્પિટલમાં ઘુસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલા મુખીગામમાં વરસાદના કારણે એક જર્જરિત મકાન વહેલી સવારે 5 વાગ્યે ધરાશાયી થયું હતું. આ બનાવ બન્યો તે સસયે મકાનમાં હાજર 4 જેટલા લોકો હાજર હતા. ઈમારતના કાટમાળ નીચે દબાયેલા લોકોએ બુમાબુમ કરતાં આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. 3 લોકોને સ્થાનિકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે એક વ્યક્તિ કાટમાળમાં દટાયો હોવાથી બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઈમારતના કાટમાળ નીચે દટાયેલા એક આધેડને બહાર કાઢ્યો હતો. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે શહેરની SVP હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

SVP હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો પાસેથી વ્યક્તિ ગત દીઠ આઠ હજાર રૂપિયા લેખે કુલ 24 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તો પાસે આટલી મોટી રકમ ન હોવાથી LG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ મામલા આજે કોંગ્રેસે SVP હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. AMCના વિપક્ષના નેતાઓએ ગરીબો કો લૂંટના બંધ કરો, ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેતાઓએ માગ કરી હતી કે, SVP હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓની સારવારના ભાજપ સરકાર ફક્ત ખોટા વાયદા કરવામાં આવે છે, વાસ્તવિકતા તો એ છે કે SVP હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિ માટે કોઈ અવકાશ નથી. ગરીબો માટેની વી.એસ. હોસ્પિટલ બંધ કરીને 750 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવેલી SVP હોસ્પિટલમાં ગરીબોની સારવાર શક્ય નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular