નવજીવન ન્યૂઝ. ડીસા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા (Deesa) ખાતે આવેલા માલગઢ ગામમાં(Malgadh Village) થોડા દિવસ પહેલા સામૂહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના (Mass Suicide Case) સામે આવી હતી. જેમાં એક જ પરિવારના 7 લોકોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 2 બાળકો સહિત પિતાનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે અન્ય ત્રણ બાળક સહિત એક વૃદ્ઘા હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલા માલગઢ ગામમાં થોડા દિવસ પહેલા એક પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી હતી. જે કિસ્સામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એક મહિના અગાઉ નગુભાઈની પત્નીનું બીમારીની કારણે મૃત્યુ થયું હતું. જેના શોકમાં નગુભાઈ માનસિક રીતે અસ્થિર થઈ ગયા હતા. તેમના પરિવારમાં 5 બાળકો અને એક વુદ્ધ માતા હતી. અસ્થિર મગજના વ્યક્તિએ માસૂમ બાળકો સહિત માતની પણ હત્યાના કરી નાંખી અને પોતે આત્મહત્યા કરી લીધી હતી. થોડા દિવસ પહેલા સવારના સમયે પરિવારના બધા સભ્ય ઘરે હતા. ત્યારે નગુભાઈએ બાળકો સહિત માતાના પણ નાસ્તામાં ઝેરી દવા નાખી દીધી હતી. પરિવારના સભ્યો નાસ્તો કરતા જ ઝેરી દવાની અસરના કારણે ઢળી પડ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. ત્યાર બાદ નગુભાઈએ પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઘટનાને પગલે બૂમાબૂમથી આડોશ-પાડોશના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તમામ અસરગ્રસ્તોને એમબ્યુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અત્યાર સુધી બે બાળક સહિત પિતાનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 4 લોકો હજુ જીવન-મરણ વચ્ચેની જંગ લડી રહ્યા છે. પોલીસે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








