Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ દેત્રોજમાં સરપંચનો પતિ સ્મશાનની દિવાલના બિલમાં ટકાવારી લેવા જતાં ઝડપાયો

અમદાવાદઃ દેત્રોજમાં સરપંચનો પતિ સ્મશાનની દિવાલના બિલમાં ટકાવારી લેવા જતાં ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Detroj Sarpanch Bribe: ગામનો વહીવટ કરવા માટે લોકો સરપંચને ચૂંટતા હોય છે. પરંતું સરપંચની જગ્યાએ તેમના પરિવારજનો દ્વારા ગામનો વહીવટ કરતાં હોવાનો અને ગામમાં થતાં સરકારી કામમાં દખલ કરતાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) દેત્રોજમાં (Detroj) સરપંચનો (Sarpanch) પતિ સરકારી કામના બિલમાં ટકાવારી નક્કી કરીને પૈસા (Bribery) લેવા જતાં ACBના હાથે ઝડપાઈ ગયો છે. સરપંચના પતિએ કામના બિલમાં 10 ટકા લેખે 12,500 રૂપિયાની માગણી કરતાં ACBમાં ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની કરણપુરા ગ્રામ પંચાયતમાં (Karanpura Village) ફરિયાદી કોન્ટ્રાક્ટરે સ્મશાનની દિવાલ બનાવવાનું કામ કર્યું હતું. આ કામ રૂપિયા 1.25 લાખમાં આપવામાં આવ્યું હતું. દિવાલ બનાવ્યા બાદ બિલ પાસ કરવા માટે કરણપુરા ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટરે બિલ મૂક્યું હતું. જે બિલ મંજૂર થતાં સરપંચ હેતલ ઠાકોરનો પતિ કિશનજી ઠાકોરે બિલની રકમના 10 ટકા લેખે રૂપિયા 12,500ની લાંચ આપવાનું જણાવ્યું હતું.

- Advertisement -

સરપંચના પતિએ કોન્ટ્રાક્ટરને ઘરે બોલાવીને સરપંચ હેતલ અને તેના પતિ કિશનજીએ રકઝકના અંતે રૂપિયા 10 હજાર નક્કી કર્યા હતા. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માગતો ન હોવાથી ACBને સમગ્ર બાબતની જાણ કરી સરપંચના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધાકે ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.બારોટ દ્વારા દેત્રોજ-કડી જાહેર માર્ગ પર આવેલી ચાની કિટલી પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન સરપંચનો પતિ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. ACBએ કિશનજીને ડિટેઈન કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular