નવજીવન ન્યૂઝ. ભઠિંડા : Bathinda firing: પંજાબમાં (Punjab) ભઠિંડામાં મિલીટ્રી સ્ટેશન પર ફાયરિંગની (Bathinda Military Station Firing) ઘટના બનતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં વહેલી સવારે 4.30 વાગ્યાના અરસામાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં 4 વ્યકિતના મોતના સમાચાર મળતાં સેના દોડતી થઈ છે. ઘટનાના સમ્રગ વિસ્તારને ચારેબાજુથી કોર્ડન કરી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમ્રગ વિસ્તારમાં ડ્રોન અને કેમેરાની મદદથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઘટનામાં ઓફિસર્સ કોઈ બાબતને લઈ અંદરો અંદર બાખડ્યા હોવાના પગલે ફાયરિંગ કર્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જોકે ચાર લોકોના મૃત્યુથી હડકંપ મચી જવા પામ્યો છે અને પહેલા આ ઘટનાને આતંકવાદી હુમલો થયા હોવાની આશંકા વ્યકત કરાઈ હતી. જોકે પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારીએ આ ઘટનાને આતંકવાદી ન હોવાનું જણાવ્યુ છે.
જણાવી દઈએ કે ભઠિંડા મિલીટ્રી સ્ટેશનના ગાર્ડ રૂમમાં બે દિવસ અગાઉ ઇંસાસ રાઈફલની ચોરી થઈ હતી. જેને આજે બનેલી ફાયરિંગની ઘટનાથી જોડવામાં આવી રહી છે.
મિલીટ્રી સ્ટેશન પર ફાયરિંગની ઘટનામાં SSPનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે મિલીટ્રી સ્ટેશન પર થયેલી ફાયરિંગની ઘટનાને આતંકી હોવાનો ઈનકાર કર્યો છે. પરંતુ ચોરાયેલી રાઈફલથી જ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચોરી થઈ ગયેલા હથિયારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.








