નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat azaan row: રાજ્યમાં લાઉડસ્પીકર અઝાન પઢવા પર પ્રતિબંધ મામલે (azaan ban in loudspeaker Case) થયેલી જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. જેમાં હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર(Gujarat Government) પાસેથી એફિડેવિટ માગ્યું છે. 7 અરજદારે જાહેર હિતની અરજી કરી હતી અને 12 એપ્રિલ સુધીમાં સરકાર અને સંબંધિત વિભાગોને જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા હતા.
ગાંધીનગરમાં રહેતા ધમેન્દ્ર પ્રજાપતિ નામના વ્યકિતએ હાઈકોર્ટમાં અઝાન મુદ્દે અરજી કરી હતી. જયાં તેમણે રજૂઆત કરતા કહ્યું હતું કે, તેમના પાડોશમાં એક મસ્જિદ આવેલી છે. જેમાં દરરોજ 5 વખત લાઉડસ્પીકર પર અઝાન થાય છે. જેનાથી તેમણે તકલીફ પડતી હોવાની વાત અરજીમાં કરી છે. તેમજ PIL માં વધારે દાવો કરાયો છે કે, લાઉડસ્પીકરમાં થતી અઝાનને લઈ ધ્વનિ પ્રદૂષણ ફેલાયા છે. દેશના નાગરિકના મૂળભૂત અધિકારનું હનન થઇ રહ્યું છે તેવું જણાતા તેમણે રાજ્યના તમામ મસ્જિદોની લાઉડસ્પીકરમાં થતી અઝાન પર પ્રતિબંધ મૂકવા માગ કરી છે.
થોડાંક સમય અગાઉ અરજદાર દ્વારા કોઈ કારણોસર અરજી પરત ખેંચી લેવાઈ હતી અને આક્ષેપ કરતા કહ્યુ હતુ કે “તેમને ધમકી મળી રહી છે. ત્યારબાદ સમ્રગ ઘટનાની જાણ બજરંગ દળને થતા આ મામલે બજરંગ દળે હસ્તક્ષેપ કર્યો હતો. પોતે જ પક્ષકાર બની અરજદારની જગ્યાએ પોતે અરજી કરી હતી. જે ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. 7 એપ્રિલમાં થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટે 12 એપ્રિલ સુધી રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા જણાવ્યુ હતુ. જો કે આજે આ મામલે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે.








