Thursday, July 23, 2026
HomeGujaratGandhinagarદક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, અનેક પરિવારોને રેસ્કયુ કરાયા, અમદાવાદ-મુંબઈ ટ્રેન વ્યવહાર ઠપ્પ થતાં...

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, અનેક પરિવારોને રેસ્કયુ કરાયા, અમદાવાદ-મુંબઈ ટ્રેન વ્યવહાર ઠપ્પ થતાં હજારો મુસાફરો અટવાયા

- Advertisement -

Rain disaster in South Gujarat : દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી ભારે વરસાદ છે. વલસાડમાં અતિભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી (Heavy rains worsen situation in Valsad) બની છે. અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોની કાર સહિતની મિલકતો પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ અમદાવાદ-મુંબઈની 7 ટ્રેન રદ કરી દેવાતા હજારો મુસાફરો નવસારીમાં અટવાઈ પડ્યા છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ જતા સાત ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ (Red alert in three districts of central Gujarat) સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy rains in South Gujarat) અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એક્શન મોડમાં આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી છે.

જાણે આભ ફાટ્યું હોય તેમ ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે. આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પણ સૌથી વધુ ઉમરગામમાં 7.5 ઇંચ છે.ગઈકાલ અને આજ સુધીમાં ઉમરગામમાં 36 ઇંચ વરસાદ ખાબકતા આફતનું સર્જન થયું છે. સુરતમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે અને 5 ઇંચથી વધુ ખાબક્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે. સુરતમાં ખાડી નજીક રહેતા 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

- Advertisement -

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને લઈને સ્થિતિ વણસતા મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC Gujarat) પહોંચી ગયા હતા. સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી હતી અને નાયબ મુખ્યમંત્રી તથા મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના થવા આદેશ કરાયા છે. આ ઉપરાંત તમામ રેડ એલર્ટ વાળા જિલ્લાના પ્રભારી સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા પણ આદેશ કરાયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular