Thursday, July 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ કેટલી સજ્જ ? એડિશનલ કમિશનરે આપી માહિતી

અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ કેટલી સજ્જ ? એડિશનલ કમિશનરે આપી માહિતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Rath Yatra 2023: આગામી 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળવાની છે, જેને લઈને અમદાવાદ પોલીસે પણ હવે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. આજે રથયાત્રાના (Rath Yatra) સંદર્ભે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા સમ્રગ રથયાત્રાના રૂટનું (Rath Yatra Root) રિહર્સલ કરવામાં આવ્યું હતું. અમદાવાદની આ રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. જેને કારણે આ રથયાત્રામાં કોઈ પણ અનઇચ્છનિય બનાવ ન બને અને કોમી એખલાસ સાથે રથયાત્રા નીકળે તે માટેના પ્રયાસો હાથધરવામાં આવ્યા છે.

આ અંગે ઝોન 1 સંયુક્ત પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે રથયાત્રાને લઈ પોલીસ દ્વારા તૈયાર કરવામા આવેલા એકશન પ્લાન વિશે માહિતી આપી હતી. રથયાત્રામાં કેટલાક સૂચનો બેરિકેડિંગ મામલે છે. જેમાં શ્રદ્ધાળુઓ જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી હોય ત્યારે બેરિકેંડિગની પાછળ ઉભા રહે. જ્યારે શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિરે આવે ત્યારે કોઈ પણ પ્રકારની બેગ ન લાવે, જો બેગ લઈને આવશે તો બેગની ચેંકિગ કરવામાં આવશે સાથે પોલીસનો સમય પણ વધારે લાગશે. એટલા માટે શ્રદ્ધાળુઓને બેગ ન લાવવા વિનંતી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે 25થી વધુ વોચ ટાવર રથયાત્રા રૂટ પર ઉભા કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા રાત્રિના સમયે સતત કોમ્બિંગ અને વાહન ચેંકિગ પણ કરવામાં આવી રહ્યું છે. આસમાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તેમજ ત્રીજા આંખ એટલે કે CCTV કેમેરાનું સર્વલન્સ રથયાત્રાના રૂટ પર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ત્રણ જેટલા ડ્રોન આકાશમાં રહી સતત લાઈવ મોનીટરીંગ કરશે આ મોનીટરીંગ સીધુ ગાંધીનગરથી થશે. તેમજ આ સાથે 3 હજારથી વધુ પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. જેનું મોનીટરીંગ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં થશે.

- Advertisement -

ટ્રાફિકની વ્યવસ્થાને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસના એડિશનલ કમિશનર એન. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર ખાતે 20 જૂનના રોજ VIP મૂવમેન્ટ રહેવાના પગલે ખાસ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થી માટે અલગ વ્યવસ્થા ફૂલ બજાર ખાતે કરવામાં આવી છે. તેમજ જ્યારે ભગવાનના રથ સરસપુર પહોંચે તે માટે ટ્રક અને પબ્લિકના પાર્કિગ માટે સરસપુર ખાતે આવેલા મેદાનમાં અલાયદી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિકમાં પણ સેકટર્સ વહેંચી દેવામાં આવ્યા છે. સામાન્ય જનતાને હાલાકી ન પડે તે મુજબની તૈયારી કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular